Home> Health
Advertisement
Prev
Next

Headache: વારંવાર થતા માથાના દુખાવામાં નહીં લેવી પડે દવા, આ ઉપાય ઝડપથી કરશે અસર

Headache Remedies: માથાનો દુખાવો સ્ટ્રેસ, ચિંતા, થાક, ડિહાઈડ્રેશન, કામનું ભારણ અને ખાવાપીવાની ખોટી આદતના કારણે પણ થઈ શકે છે. ઘણી વખત માથાનો દુખાવો એટલો અસહ્ય બની જાય છે કે પેઈનકિલર દવા લેવી પડે છે. પરંતુ જો તમે દવાઓ લેવા માંગતા નથી તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને પણ માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. 

Headache: વારંવાર થતા માથાના દુખાવામાં નહીં લેવી પડે દવા, આ ઉપાય ઝડપથી કરશે અસર
Updated: Oct 07, 2023, 11:48 AM IST

Headache Remedies: લોકોની દોડધામ ભરેલી જીવનશૈલીમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માથાનો દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. માથાનો દુખાવો થવાના કારણો ઘણા હોઈ શકે છે. જ્યારે માથાનો દુખાવો થાય છે ત્યારે લોકોના રોજના કામ પણ અટકી જાય છે. કારણ કે આ સમસ્યામાં કોઈપણ કામ કરી શકાતું નથી. 

માથાનો દુખાવો સ્ટ્રેસ, ચિંતા, થાક, ડિહાઈડ્રેશન, કામનું ભારણ અને ખાવાપીવાની ખોટી આદતના કારણે પણ થઈ શકે છે. ઘણી વખત માથાનો દુખાવો એટલો અસહ્ય બની જાય છે કે પેઈનકિલર દવા લેવી પડે છે. પરંતુ જો તમે દવાઓ લેવા માંગતા નથી તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવીને પણ માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. 

માથાનો દુખાવો દુર કરવાના ઘરગથ્થુ ઈલાજ

આ પણ વાંચો:

Health Tips: ગુલાબી ઠંડીની થઈ શરુઆત, આ 5 વાતોનું રાખશો ધ્યાન તો વર્ષભર રહેશો નિરોગી

Sore Throat: ગળામાં થતા દુખાવાથી તુરંત રાહત મેળવવા પાણીમાં આ વસ્તુઓ ઉમેરી કરો કોગળા

Health Tips: સ્ટ્રેસ સહિત આ 5 બીમારીઓને દુર કરે છે ચીકૂ, રોજ ખાવાથી થશે અઢળક ફાયદા

1. પાણી પીતા રહો
માથાનો દુખાવો થવાનું એક સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે. દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશન ઓછું થાય છે અને માથાનો દુખાવો પણ થતો નથી.

2. યોગ અને ધ્યાન
ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. નિયમિત રીતે ધ્યાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. સ્ટ્રેસ ઓછો થવાથી માથાના દુખાવાની ફરિયાદ પણ થતી નથી. 

3. નટ્સ ખાઓ
નટ્સ માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. અખરોટ, બદામ અને કાજુ જેવા નટ્સ ખાવાથી માથાનો દુખાવો ઓછો થાય છે, કારણ કે તેમાં સારી માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે માથાના દુખાવાનો દુશ્મન છે.

આ પણ વાંચો:

અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ

દેશી ઘી પણ બગાડી શકે છે તબિયત, જાણો ઘીના ઉપયોગ વિશે શું કહે છે સ્વાસ્થ્ય નિષ્ણાંત

4. આદુવાળી ચા
આદુની ચા પીવાથી માથાનો દુખાવો ઓછો થાય છે. આદુમાં એવા ગુણ હોય છે જે માથાનો દુખાવો ઓછો કરી શકે છે. 

5. આરામ કરો
જ્યારે માથાનો દુખાવો અસહ્ય થઈ જાય ત્યારે આરામ કરવો જરૂરી છે. તેનાથી મનને શાંત કરવામાં મદદ મળશે અને દુખાવાથી ઝડપથી રાહત મળશે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે