Home> Health
Advertisement
Prev
Next

Headache: માથાના દુખાવાથી મિનિટોમાં મળશે રાહત, દવા કરતાં વધારે ઝડપથી અસર કરશે આ ઘરેલુ નુસખા

Home Remedies for Headache:આ ઘરેલુ નુસખા દવા કરતા પણ ઝડપથી અસર કરે છે. માથાનો દુખાવો હોય ત્યારે આ કામ કરી લેવાથી ગણતરીની મિનિટોમાં જ તમને માથાના દુખાવાથી રાહત મળી જશે. તો ચાલો તમને પણ જણાવીએ કયા ઘરેલુ નુસખાથી માથાનો દુખાવો તુરંત અને દવા વિના મટે છે.

Headache: માથાના દુખાવાથી મિનિટોમાં મળશે રાહત, દવા કરતાં વધારે ઝડપથી અસર કરશે આ ઘરેલુ નુસખા
Updated: Mar 13, 2024, 03:30 PM IST

Home Remedies for Headache: માથાનો દુખાવો ઘણી વખત એટલો બધો વધી જાય છે કે સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને જો માઇગ્રેન હોય તો માથામાં તીવ્ર દુખાવો થાય છે. માથાનો દુખાવો મટાડવા માટે ઘણી બધી દવાઓ પણ ઉપલબ્ધ હોય છે. પરંતુ જે લોકોને વારંવાર માથામાં દુખતું હોય તેવું જો નિયમિત રીતે આવી દવાઓ લે છે તો તે શરીરને નુકસાન કરે છે. જો માથાનો દુખાવો દવા વિના મટાડવો હોય તો તમે આ અસરકારક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. 

આ પણ વાંચો: સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો

આ ઘરેલુ નુસખા દવા કરતા પણ ઝડપથી અસર કરે છે. માથાનો દુખાવો હોય ત્યારે આ કામ કરી લેવાથી ગણતરીની મિનિટોમાં જ તમને માથાના દુખાવાથી રાહત મળી જશે. તો ચાલો તમને પણ જણાવીએ કયા ઘરેલુ નુસખાથી માથાનો દુખાવો તુરંત મટે છે.

માથાનો દુખાવો દૂર કરવાના ઘરેલુ ઉપાય

આ પણ વાંચો: Spinach Benefits: પાલક ખાવાથી થતા આ ફાયદા વિશે જાણી બે હાથે ખાવા લાગશો આ ભાજી

1. જો તમે ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ છો અને તમને માથાનો દુખાવો થતો હોય તો આ નુસખો અજમાવી શકો છો. સૌથી પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પાણીને પી જવું. થોડી મિનિટોમાં જ તમે અનુભવશો કે માથાનો દુખાવો દૂર થવા લાગ્યો છે. જે લોકોને પેટના ગેસના કારણે માથું દુખતું હોય તેમના માટે આ ઈલાજ ખૂબ જ અસરકારક છે.

2. માથાના દુખાવાને તુરંત દૂર કરવો હોય તો એક સફરજનને સમારી તેના પર મીઠું છાંટીને ખાઈ જવું. મીઠું છાંટેલું સફરજન ખાવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

આ પણ વાંચો: Cough : ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અજમાવો દવાથી વધુ અસરકારક આ દેશી નુસખા

3. માથાના તીવ્ર દુખાવાથી ગણતરીની મિનિટોમાં મુક્તિ મેળવવી હોય તો એક તવા પર થોડા લવિંગ શેકી લેવા. લવિંગ બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવું. ગરમ થયેલા લવિંગને રૂમાલમાં બાંધી અને થોડી થોડી વારે ઊંડા શ્વાસ લઈ સૂંઘતા રહેવું. તમે અનુભવશો કે માથાનો દુખાવો ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. 

4. તુલસી અને આદુ પણ માથાનો દુખાવો તુરંત મટાડે છે. માથાના દુખાવાને મટાડવા માટે તુલસીના પાનનો રસ કાઢી તેમાં આદુનો રસ મિક્સ કરી પી જવું. તેનાથી માથાના દુખાવામાં તુરંત આરામ મળે છે. 

આ પણ વાંચો: Banana Benefits: રોજ નાસ્તામાં એક કેળુ ખાવાની કરો શરુઆત, શરીરને થાય છે આટલા ફાયદા

5. જે લોકોને માઈગ્રેનના કારણે વારંવાર માથું દુખતું હોય તેમણે ઘરમાં લવિંગનું તેલ રાખવું જોઈએ. જ્યારે પણ માથામાં દુખાવો શરૂ થાય તો લવિંગના તેલથી માથામાં હળવા હાથે મસાજ કરવી. તેનાથી મિનિટોમાં જ તમને આરામ મળી જશે.

આ ઘરેલુ 5 ઉપચાર સિવાય માથાનો દુખાવો તુરંત મટાડવા માટે એક્યુપ્રેશર ની મદદ પણ લઈ શકાય છે. જ્યારે પણ માથાનો દુખાવો શરૂ થાય બંને હાથની હથેળીને સામેની તરફ લાવો અને પછી વારાફરતી અંગૂઠા અને આંગળી વચ્ચેની જગ્યા પર હળવા હાથે પ્રેશર કરો. બે થી ચાર મિનિટ સુધી બંને હાથમાં અંગૂઠા અને આંગળી વચ્ચેના પોઇન્ટને દબાવતા રહો. થોડી જ મિનિટોમાં માથાનો દુખાવો દૂર થઈ જશે.

આ પણ વાંચો: રોજ સવારે ચા પહેલા પીવું એક કપ એલચીનું પાણી, પાચનથી લઈ વજનની સમસ્યાથી મળશે મુક્તિ

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે