Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આનંદો! મફત પરિવહન સેવા જાહેર

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આનંદો! મફત પરિવહન સેવા જાહેર

ઝી બ્યુરો/ગાંધીનગર: હવે ધોરણ 9 થી 12ના સરકારી-ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને પહેલા આ સેવાનો લાભ મળતો હતો. અને હવે સરકારે ધોરણ 9 થી 12ને પણ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 

ગુજરાતમાં PM મોદીના પ્લોટ પર બનશે 16 માળની બિલ્ડીંગ, જેટલીનો પ્લોટ પણ મર્જ કરાશે

વિદ્યાર્થીઓને ફાયદો થશે
જેમના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલથી પાંચ કિલોમીટરથી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે. જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. 

'ઘરનો શીરો ખીચડી બરાબર, પારકાની ગંધાતી ખીચડી માવા બરાબર' કેમ ગિન્નાયા નીતિનકાકા?

મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીદીઠ માસિક રૂ.600 પ્રમાણે વાર્ષિક 6 હજાર રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે. 

ગુજરાત સરકાર ફરી આ મુદ્દે બરાબરની ભરાશે! ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ ધામા નાંખશે

5 કિ.મી.ની ત્રિજ્યાથી દૂર હોય તેમને આ યોજનાનો લાભ
શિક્ષણ વિભાગના નેજા હેઠળ આવતી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓ દૂર અંતરિયાળ વિસ્તારમાં અપ-ડાઉન કરતાં હોય તેમના માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ પ્રમાણે વિદ્યાર્થી રહેણાંકથી 5 કિ.મી.ની ત્રિજ્યાથી દૂર હોય તેમને આ યોજનાનો લાભ મળશે. 

અનંત-રાધિકાને શાહરૂખ ખાન-સલમાન, સહિત આ કલાકારોએ આપી છે અત્યંત મોંઘીદાટ ભેટ, ખાસ જાણો

માસિક રૂ.600 પ્રમાણે પરિવહન ખર્ચ આપવામાં આવશે. આ માટે નક્કી કરાયેલી શરતો અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ-સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે અમલ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ લેતાં વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની યોજનામાં ડુપ્લિકેશન ન થાય તેનું ધ્યાન એજન્સીએ રાખવાનું રહેશે. 

આ રીતે કુંડામાં ઉગાડો આદુ, ઘરમાં વાપર્યા પછી પાડોશીઓને આપવા માટે પણ વધશે એટલું ઉગશે

સરસ્વતી યોજનાઓ અમલમાં મૂકાઈ
પાંચ કિ.મી. કરતાં વધારે દૂર હોય તેવી સ્કૂલમાં પ્રવેશ લીધો હોય તેમને જ આ લાભ આપવામાં આવશે. અત્યાર સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ પ્રકારનો લાભ આપવામા આવતો હતો હવે ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે. આ સાથે જ કન્યા કેળવણી અને સાયન્સમાં પ્રવેશ વધે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા રૂ.1650 કરોડની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ અમલમાં મૂકાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More