Home> Gujarat
Advertisement
Prev
Next

સરકાર ઇસ્લામનો નાશ કરવા માંગે છે કહી તબલીઘીઓએ સિવિલ હોસ્પિટ માથે લીધી

શુક્રવારેશહેરના દરિયાપુરના મરકજમાંથી લવાયેલા 26 તબલઘીઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રીજા માળે તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં તબલીઘીઓએ ધમાલ મચાવી દીધી હતી અને આખી હોસ્પિટલ માંથે લીધું હતું. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. આખરે 5 કલાકનાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. 

સરકાર ઇસ્લામનો નાશ કરવા માંગે છે કહી તબલીઘીઓએ સિવિલ હોસ્પિટ માથે લીધી

અમદાવાદ : શુક્રવારેશહેરના દરિયાપુરના મરકજમાંથી લવાયેલા 26 તબલઘીઓને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્રીજા માળે તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં તબલીઘીઓએ ધમાલ મચાવી દીધી હતી અને આખી હોસ્પિટલ માંથે લીધું હતું. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. આખરે 5 કલાકનાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. 

લોકો ઘરમાં રહીને જ દિવા પ્રગટાવે, બહાર કે ધાબે ગયા તો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરાશે

શહેરનાં દરિયાપુરમાં દિલ્હી મરકજમાંથી આવેલા 26 તબલીઘીઓએ સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જઇને તપાસ શરૂ કરવામાં આવતા. તબલઘીઓએ તપાસ કરાવવાની ના પાડી દીધી હતી. તમે લોકો અમને મારી નાખવા માંગો છો તેવો આરોપ લગાવીને તમામ એક ખુણા પર ઉભા રહી ગયા હતા. આ તબલઘીઓમાં 2 અમદાવાદ, 1 વલસાડ, 9 યુપીના મુજફ્ફરનગર, 10 યુપી આઝમગઢ અને હૈદરાબાદનાં વતની છે. 26માંથી એક ડાયાબિટીસનો દર્દી અને 6 લોકો 18 વર્ષથી પણ ઓછી ઉંમરના છે. 

જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય

હોબાળાને ધ્યાને રાખી આખરે એક મુસ્લિમ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ધોળકાથી આ મુસ્લિમ ડોક્ટરે સોલા સિવિલ હોસ્પિટલ લવાયા હતા. મુસ્લિમ ડોક્ટરે આઇસોલેશન વોર્ડમાં જઇને તમામ તબલીઘીઓનું કાઉન્સેલિંગ કરી વિશ્વાસમાં લીધા બાદ તેઓ સારવાર માટે તૈયાર થયા હતા. સરકાર અમને મારી નાખવા નથી માંગતી અને લોકોમાં કોરોના ફેલાતો અટકાવવા તમને આઇસોલેટ કરાયા હોવાની બાંહેધરી આપ્યા બાદ તથા સરકાર તમને બચાવવા માંગેછે તેવી અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More