Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર-મોરબીમાં કોરોનાનાં પ્રથમ પોઝિટિવ કેસ, સવા વર્ષનું બાળક ઝપટે ચડ્યું

જામગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગયો છે. જીજી હોસ્પિટલમાં ચાર સેમ્પલ પરીક્ષણ માટે લેવાયા હતા. જેમાં ગીર સોમનાથ, મોરબીનાં દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે જામનગરનાં બે દર્દીઓ પૈકી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 52 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જામનગર-મોરબીમાં કોરોનાનાં પ્રથમ પોઝિટિવ કેસ, સવા વર્ષનું બાળક ઝપટે ચડ્યું

રાજકોટ : જામગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગયો છે. જીજી હોસ્પિટલમાં ચાર સેમ્પલ પરીક્ષણ માટે લેવાયા હતા. જેમાં ગીર સોમનાથ, મોરબીનાં દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે જામનગરનાં બે દર્દીઓ પૈકી એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરબી જિલ્લામાં પણ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. 52 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

લોકો ઘરમાં રહીને જ દિવા પ્રગટાવે, બહાર કે ધાબે ગયા તો ગુનો નોંધીને કડક કાર્યવાહી કરાશે

રાજકોટમાં આજે 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 24નાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને મોરબીનાં દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. રાજકોટ શહેરમાં સતત છઠ્ઠા દિવસે પણ કોઇ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નહોતો. અત્યાર સુધીમાં 241 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરમાં 170માં 161  નેગેટિવ અને 9 પોઝિટિવ આવ્યા હતા. ગ્રામ્યમાં 42 માંથી 41 નેગેટિવ અને 1 પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રાજકોટમાં 111 ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે 1575 લોકો ઓબ્ઝર્વેશન બહાર છે.

જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય

સૌથી ચોંકાવનારી ઘટના રાજકોટમાં સામે આવી હતી. રાજકોટનાં મવડી પ્લોટ વિસ્તારમાં પાન મસાલાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. પતરા તોડીને તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા. તેઓ સમગ્ર દુકાનમાંથી ગુટકા, સિગારેટ, સોપારી સહિતનો સામાન ઉપાડી ગયા હતા. માલવીયા પોલીસ સ્ટેશનમાં હજી સુધી આ અંગે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More