Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો

જિલ્લાના કડાણા ડેમ વિસ્તારમાં કરોડોના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના કડાણા અને સંતરામપુર તાલુકાના 134 ગામોને પાણી પૂરું પાડવાની આશીર્વાદ સમાન યોજના હોવા છતાં મોટા ભાગના ગામોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જેના કારણે પાણી લેવા દૂર દૂર સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. કડાણા ડેમનું પાણી કેનાલ મારફતે નવ જિલ્લાઓને પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કડાણા ડેમના નજીકના ગામોને જ પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કડાણા ડેમ વિસ્તારમાં સરકાર દ્વારા 134 ગામ લોકોને પાણી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી કડાણા જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ કડાણા ડેમ વિસ્તારના લોકોને જ પાણી ન મળતા -દૂર દૂર કિલોમીટરો સુધી પાણી લેવા જવાનો વારો આવ્યો છે. 

ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો

મહીસાગર : જિલ્લાના કડાણા ડેમ વિસ્તારમાં કરોડોના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના કડાણા અને સંતરામપુર તાલુકાના 134 ગામોને પાણી પૂરું પાડવાની આશીર્વાદ સમાન યોજના હોવા છતાં મોટા ભાગના ગામોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જેના કારણે પાણી લેવા દૂર દૂર સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. કડાણા ડેમનું પાણી કેનાલ મારફતે નવ જિલ્લાઓને પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કડાણા ડેમના નજીકના ગામોને જ પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કડાણા ડેમ વિસ્તારમાં સરકાર દ્વારા 134 ગામ લોકોને પાણી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી કડાણા જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ કડાણા ડેમ વિસ્તારના લોકોને જ પાણી ન મળતા -દૂર દૂર કિલોમીટરો સુધી પાણી લેવા જવાનો વારો આવ્યો છે. 

વ્યાજખોરો નહી પરંતુ સાથી વેપારીઓથી કંટાળી જઇને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી

કડાણા જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા 134 ગામોને પીવાનું પાણી પહોંચાડવાની તંત્રની વાત અહીં પોકળ સાબિત થઇ રહી છે. 134 ગામોમાં મોટા ભાગના ગામોમાં આ પાણી યોજના દ્વારા પાણી પહોંચતું જ નથી તેવું ગામ લોકો કહી રહ્યા છે. તેમજ પાણી ન મળતા ગામની મહિલાઓ સહીત ગ્રામજનો એકત્ર થઇ દીવડા ગામે આવેલ સિંચાઈ ઓફિસના અધિકારીને રજૂઆતો કરવા પહોંચ્યા હતા. અધિકારીની ચેમ્બર ખાલી અને પંખા ચાલુ જોવા મળ્યાં હતા. અધિકારીની ચેમ્બરની સામે સિંચાઈ વિભાગના કર્મચારીનો કચેરી પણ ખાલી ખમ જોવા મળી હતી. કચેરીમાં ચાલતી ગઢિયાળ પર નજર પડતા ઘડિયાળમાં 2 વાગ્યા હતા, પરંતુ અધિકારીની ચેમ્બર સહીત સહીત કર્મચારીઓની કચેરી ખાલીખમ જોવા મળતા આખરે રજૂઆત કરવા જાએ તો જાએ કહા જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 

બેંકમાંથી લાખો રૂપિયા લોડ થવા માટે ATM માં જતા પરંતુ વચ્ચે જ ગુમ થઇ જતા છતા પણ...

મહિસાગર જીલ્લા પાણી પુરવઠા યાંત્રિક વિભાગ દ્વારા પાંચ દિવસની જહેમત બાદ બંધ પડેલી ત્રણ મોટરમાં એક મોટરનું રીપેરીંગ કામ પુર્ણ કરી 134 ગામોમાંથી માત્ર દીવડા અને કડાણા ગામને પાણી પહોંચાડી સંતોષ માની લેવામાં આવ્યો હોય તેવુ જોવા મળ્યું હતું. સંતરામપુર અને કડાણા તાલુકાના 134 ગામને પાણી પૂરું પાડવા માટે યાત્રિક વિભાગ દ્વારા બે મોટર 22 કલાક સતત કાર્યરત રાખવામાં આવે તો પણ ગામે ગામ પાણી પહોંચી શકે નહિ તે વાતથી પોતે અજાણ હોય તેમ માત્ર એક મોટર રીપેરીંગ કર્યા બાદ પાછલા સાત દિવસમાં બે ગામોને પાણી પુરુ પાડી અન્ય 132 ગામોને પાણી માટે વલખાં મારવા મજબુર કર્યા છે, ત્યારે પાણી પુરવઠા યાંત્રિક વિભાગ દ્વારા ભર ઉનાળે જ્યાં લોકો પાછલા એક અઠવાડિયાથી પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. અહીં માત્ર એક મોટરના સહારે બે તાલુકાના 134 ગામને પાણીની સમસ્યા નહિ સર્જાય તેવી ભગીરથ કામગીરી કરી સંતોષ માની લેવામાં આવ્યુ હોય તેવુ જોવા મળ્યું હતું.

PSI ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 4311 ઉમેદવારો ઉતીર્ણ થયા, આ રહી યાદી ક્લિક કરી જાણો...

જ્યારે પાણી પુરવઠા સંતરામપુર (સિવિલ) વિભાગ જે આ 134 ગામોને પીવાનું પાણી વિતરણ કરે છે તેમના જણાવ્યા મુજબ હાલમાં એક મોટર દ્વારા એક દિવસમાં 134 ગામોને પાણી આપવુ અશક્ય છે. હાલ ચાલતી એક મોટર બે તાલુકામાંથી માત્ર 15 જેટલા ગામની તરસ છુપાવી શકે છે. જો આ પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે તો બે તાલુકાના દરેક ગામને અઠવાડિયામાં એક વાર પાણી પુરું પાડી શકાશે એટલે કે યાંત્રિક વિભાગની બેદરકારીથી બે તાલુકાની પ્રજા પીવાના પાણી માટે પોકાર પાડતી જોવા મળે તેમા કોઈ શંકાનું સ્થાન નહીં રહે. જે રીતે હાલની સ્થિતિ છે એમા બીજી મોટર રીપેરીંગ નહી થાય ત્યાર સુધી એક મોટર 24 કલાક ચાલુ રાખે તો પણ દરેક ગામને અઠવાડિયામાં એક વખત પાણી આપી શકાય આ પ્રમાણે વિતરણ કરવામાં આવે તો દિવસના 15 જેટલા ગામને જ અમે પાણી આપી શકીશું જેમા દરેક ગામને અઠવાડિયે એક વખત વારો આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More