Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં એક સ્ટેટસ મુકવું શિક્ષિકાને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા ખાય છે

કહેવાય છે કે જેટલી સગવડ એટલી જ મુસીબતો પણ હોય છે. 21 મી સદીમાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ જીવન જરૂરી બની ચૂક્યું છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલિસના સકંજામાં મહિલા મનીષા ભાવસાર નામની મહિલા આવી છે, જેની ઉંમર 46 વર્ષ છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત શાળામાં શિક્ષિકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા ભાવસારે એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સમાં ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત વિડિઓ વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો. આ વિડિયોના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર તરીકે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડ્યું છે. 

અમદાવાદમાં એક સ્ટેટસ મુકવું શિક્ષિકાને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશન અને કોર્ટનાં ધક્કા ખાય છે

ઉદય રંજન/અમદાવાદ : કહેવાય છે કે જેટલી સગવડ એટલી જ મુસીબતો પણ હોય છે. 21 મી સદીમાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ જીવન જરૂરી બની ચૂક્યું છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ નુકસાન પણ છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. મહિલા પોલિસના સકંજામાં મહિલા મનીષા ભાવસાર નામની મહિલા આવી છે, જેની ઉંમર 46 વર્ષ છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત શાળામાં શિક્ષિકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા ભાવસારે એક અઠવાડિયા પહેલા વોટ્સએપ સ્ટેટ્સમાં ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત વિડિઓ વોટ્સએપ સ્ટેટ્સમાં મુક્યો હતો. આ વિડિયોના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર તરીકે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડ્યું છે. 

વ્યાજખોરો નહી પરંતુ સાથી વેપારીઓથી કંટાળી જઇને એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી

સુભાસબ્રિજ ખાતે રહેતા મનીષા ભાવસાર આમ તો શિક્ષણ જગતના નિષ્ણાત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. પણ એક નાની ભૂલે આ શિક્ષિકાએ કાયદા નો પાઠ ભણાવી દીધો છે. અમદાવાદના એક વેપારીએ મનીષાએ મુકેલ સ્ટેટ્સ જોઈ અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આ અંગે કેસ દાખલ કરીને તપાસ આદરી હતી. આખરે આરોપી મહિલા મનીષા ભાવસારની અટકાયત કરવામાં આવી છે. 

બેંકમાંથી લાખો રૂપિયા લોડ થવા માટે ATM માં જતા પરંતુ વચ્ચે જ ગુમ થઇ જતા છતા પણ...

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શિક્ષિકા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આમ સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. તમારી એક ભૂલ જેલના સળિયા પાછળ ધકેલી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ઘણી વાર પોસ્ટ કરવું ભારે પણ પડી શકે છે. જેથી સમજી વિચારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More