Home> Gujarat
Advertisement
Prev
Next

આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર ફંડથી હથિયાર ખરીદ્યા હતા

આઈએસઆઈ (ISI) પ્રેરિત જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખ (Abdul Wahab Sheikh) ગઈકાલે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પકડાયો હતો. ત્યારે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. યુસુફ શેખે 2003માં જેદાહ (Jihad) થી 3 લાખ રૂપિયા ટેરર ફંડ (Terror Fund) અમદાવાદ મોકલ્યું હતું. આ ફંડનો ઉપયોગ હથિયાર ખરીદવામાં કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આતંકી યુસુફ વોન્ટેડ (wanted) હોવા છતાં 2016માં ભારતીય પાસપોર્ટ રિન્યુ થયો હતો. 

આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર ફંડથી હથિયાર ખરીદ્યા હતા

ઉદય રંજન/અમદાવાદ :આઈએસઆઈ (ISI) પ્રેરિત જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખ (Abdul Wahab Sheikh) ગઈકાલે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પકડાયો હતો. ત્યારે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. યુસુફ શેખે 2003માં જેદાહ (Jihad) થી 3 લાખ રૂપિયા ટેરર ફંડ (Terror Fund) અમદાવાદ મોકલ્યું હતું. આ ફંડનો ઉપયોગ હથિયાર ખરીદવામાં કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આતંકી યુસુફ વોન્ટેડ (wanted) હોવા છતાં 2016માં ભારતીય પાસપોર્ટ રિન્યુ થયો હતો. 

ઉના : દીકરીની નજર સામે જ પિતાનું મોત, ડ્રાઈવિંગ શીખવાડી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરે મારી ટક્કર

ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકીયુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ  ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે. 

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ બાદ જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાનું શરૂ કરાયું હતું. જેમાં યુસુફ અબ્દુલ વહાબ શેખની મોટી ભૂમિકા હતી. તે આતંકી સંગઠનને આર્થિક મદદની સાથે સ્લીપર સેલની એક્ટિવિટી સાથે સંકળાયેલો હતો. 2002ના ગુજરાત રમખાણો બાદ અનેક લોકોને જેહાદના નામે પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યા હતા. જેઓને પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ લોકો ભારતમાં સ્લીપર સેલ તરીકે એક્વિટ થઈને કામ કરતા હતા. આ કામગીરીમાં યુસુફ અબ્દુલ વહારનો મોટો રોલ હતો. 

2003થી તે સાઉદી અરબ ભાગી ગયો હતો. અબ્દુલ વહાબ છેલ્લાં 16 વર્ષથી નાસતો ફરતો હતો. જેના બાદ તે હાલ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે. યુસુફની ધરપકડથી આતંકી સંગઠન સાથે જોડાયેલી અનેક માહિતી સામે આવી શકે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More