Home> Gujarat
Advertisement
Prev
Next

ઉના : દીકરીની નજર સામે જ પિતાનું મોત, ડ્રાઈવિંગ શીખવાડી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરે મારી ટક્કર

ઉના તાલુકા સીમર ગામે દરિયા કિનારે દુખદ ઘટના બની હતી. સીમર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેમની પુત્રીની નજર સામે જ મોત થયું હતું. પિતા પોતાની દીકરીને દરિયા કિનારે ફોર વ્હીલર ચલાવતા શીખવતા્ હતા. તે સમયે ટ્રેકટર સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. 

ઉના : દીકરીની નજર સામે જ પિતાનું મોત, ડ્રાઈવિંગ શીખવાડી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરે મારી ટક્કર

રજની કોટેચા/ઊના :ઉના તાલુકા સીમર ગામે દરિયા કિનારે દુખદ ઘટના બની હતી. સીમર ગામે રહેતા અને એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કર્મચારીનું તેમની પુત્રીની નજર સામે જ મોત થયું હતું. પિતા પોતાની દીકરીને દરિયા કિનારે ફોર વ્હીલર ચલાવતા શીખવતા્ હતા. તે સમયે ટ્રેકટર સાથે કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. 

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઉનાના સીમર ગામે રહેતા અજીતસિંહ એસટીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં માત્ર એક જ દીકરી આરતી (ઉંમર 16 વર્ષ) હતી. પોતે ડ્રાઈવર હોવાથી અજીતસિંહ આજે સવારે પોતાની દીકરી આરતીને દરિયા કિનારે ખુલ્લી જીપમાં ડ્રાઇવિંગ શીખવાડી રહ્યા હતા. આ સમયે દરિયા કિનારે રેતી ચોરીને ભરીને જતા ટ્રેક્ટરે અકસ્માત સર્જ્યો હતો. જેમાં અજીતસિંહનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કે, આરતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમ, દીકરીની નજર સામે જ પિતાનું મોત નિપજ્યું હતું. 

આ ઘટના બાદ અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પોલીસે અજીતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More