Home> Gujarat
Advertisement
Prev
Next

ઓસ્ટ્રેલિયામાં રહેતા સુરતી યુવાનનું મોત, મૃતદેહ પહોંચ્યો માદરે વતને

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઇ રમણભાઇ કથિરીયા કંન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એકને એક દિકરો સાહિલને આઇટીના અભ્યાસ અર્થે 11 માસ અગાઉ ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો

ઓસ્ટ્રેલિયામાં રહેતા સુરતી યુવાનનું મોત, મૃતદેહ પહોંચ્યો માદરે વતને

ચેતન પટેલ, સુરત: ઓસ્ટ્રેલિયામાં અભ્યા કરવા ગયેલા સુરતના યુવકનું ડૂબી જતાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, યુવાનના મોત પર પરિવારજનોએ સવાલ પણ ઉઠાવ્યો હતો કે પાણી ઓછુ હોય તેમ છતાં તેમનો પૂત્ર કઇ રીતે ડૂબી ગયો.

વધુમાં વાંચો: સુરતઃ કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઇ રમણભાઇ કથિરીયા કંન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એકને એક દિકરો સાહિલને આઇટીના અભ્યાસ અર્થે 11 માસ અગાઉ ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો. તે દરમિયાન સાહિલ સીડની ખાતે આવેલા રોયલ નેશનલ પાર્કમાં ફરવા માટે ગયો હતો. જ્યાં નેશનલ પાર્કમાં સાહિલ મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. જો કે, એકાએક જ સાહિલનું પાર્કમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું.

વધુમાં વાંચો: સુરતમાં જાહેરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ વાતની જાણ થતા જ પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારજનોએ સાહિલના મોત પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, પાર્કમાં ઓછું પાણી હોવા છતાં તેમના પુત્રનું કઇ રીતે મોત નિપજી શકે. આવા અનેક સવાલો પરિવારજનોએ ઉઠાવ્યા છે. હાલ તો આજે સાહિલનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાથી સુરત લાવવામાં આવ્યો હતો. મૃતદેહ સુરત તેમના ઘરે આવતાની સાથે જ પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More