Home> Gujarat
Advertisement
Prev
Next

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ

રોપ-વે પ્રોજેકટમાં નોકરી અને રોજગારીનું વચન પાળવાનો ઈનકાર કરવામાં આવતાં ડોલીવાળાની ભૂખ હડતાળ, ગિરનાર પર નાનો વ્યવસાય કરતા કેબિનધારકોના છાપરા પણ વન વિભાગ દ્વારા દૂર કરી દેવાયા 

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ

હનીફ ખોખર/ જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલા પ્રખ્યાત ગિરનાર પર્વત પર ગુરૂવારે ડોલીવાળા અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા. ગિરનાર પર્વત પર ચાલી રહેલા પોર-વેના પ્રોજેક્ટને અનુલક્ષીને સરકાર તરફથી તેમને નોકરી અને રોજગારીનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આ વચન પાળવાનો ઈનકાર કરાતા ગુરૂવારે ડોલીવાળા ભૂખ હડતાળ પર બેસી ગયા હતા. 

ગિરનાર પર્વતપર નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રોપ-વેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકોને ગિરનાર પર્વત પર ચાલીને જ જવું પડતું હતું. જે લોકો શારીરિક રીતે અશક્ત હોય તેઓ આ ડોલીવાળાની સુવિધાનો લાભ લઈને ઉપર જતા હતા. ગિરનાર પર્વત પર ડોલિવાળા આ રીતે રોજગાર મેળવતા હતા. 

fallbacks

ગિરનાર પર્વત પર 165 ડોલીવાળા આ રીતે રોજગાર મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે, જ્યારે રોપ-વે પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ જ્યારે રોપ-વે શરૂ થઈ જશે ત્યારે આ ડોલીવાળાની રોજગારી છીનવાઈ જશે. તેમના ભવિષ્ય ઉપર સૌથી મોટો પ્રશ્નાર્થ આવીને ઊભો રહી ગયો છે. 

સરકાર દ્વારા જ્યારે આ રોપ-વે પ્રોજેક્ટ અંગે વિચારણા કરાઈ ત્યારે આ ડોલીવાળાને વચન આપવામાં આવ્યું હતું. સરકારે તેમને એવું આશ્વાસન આપ્યું હતું કે, તમામ ડોલીવાળાને સરકાર નોગરી આપશે અથવા તો રોજગારની નવી વ્યવસ્થા ઊભી કરી આપશે, જેથી તેમના પરિવારનું ગુજરાન અટકી ન જાય.

હવે, રોપ-વે પ્રોજેક્ટ જ્યારે અમલમાં આવી ગયો છે ત્યારે તંત્ર દ્વારા ડોલીવાળાની ઉપેક્ષા કરવાનું શરૂ કરાયું છે. પોતાનું ભવિષ્ય ધૂંધળુ જણાતાં ગુરૂવારે ડોલીવાળા ભેગા થઈને ભૂક હડતાળ પર બેસી ગયા છે. 

fallbacks

આ ઉપરાંત, વનવિભાગ દ્વારા ગિરનાર ઉપર કેબીનોના છાપરા દૂર કરી દેવામાં આવતા તેમની પણ રોજગારી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. આથી, ડોલીવાળાની સાથે-સાથે ગિરનાર પર્વત પર વિવિધ સ્થળે નાનકડી કેબિન બનાવીને રોજગાર મેળવતા કેબિનધારકો પણ આંદોલનમાં જોડાયા હતા. ડોલીવાળા એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ વીરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, "અમે અત્યાર સુધીમાં અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે, અત્યાર સુધીમાં ત્રણ કલેક્ટર બદલાઈ ગયા છે અને દરેક પાસેથી અમને માત્ર આશ્વાસન જ પ્રાપ્ત થાય છે. અમારી માત્ર એટલી જ માગણી છે કે, અમને લેખિતમાં નોકરી અને રોજગારીની બાંહેધારી આપે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ રોપ-વે પ્રોજેક્ટને અમે કોઈ વિરોધ કરતા નથી. લોકોને સુવિધા મળે એ જરૂરી છે. પરંતુ તેની સામે અમને રોજગાર મળવો જોઈએ. અમારી પાસે રોજગારનું કોઈ બીજું સાધન નથી. આ સાથે જ વન વિભાગને પણ અપીલ કરીએ છીએ કે, અહીંથી જે છાપરા દૂર કરવામાં આવ્યા છે તે, કેબિનધારોને પણ તેમનો વ્યવસાય કરવા દેવાની મંજૂરી આપવામાં આવે. આજે એક દિવસના ઉપવાસ છે, પરંતુ જો માગણી નહીં સ્વીકારાય તો જલદ આંદોલન કરવામાં આવશે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More