Home> Gujarat
Advertisement
Prev
Next

આ CCTV જોઈ હચમચી જશો, જુઓ પિતાએ કેવા નિર્દયી થઈ દીકરીની મટન કાપવાના છરાથી હત્યા કરી

Father Killed Daughter : હાલ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવ્યો... સીસીટીવી દ્રશ્યો તમારું હૃદય હચમચાવી નાંખે તેવા છે... દીકરીને ઉપરા છાપરી મતન કાપવાના છરા વડે ઘા ઝીંકતો વીડિયો છે ક્રુર

આ CCTV જોઈ હચમચી જશો, જુઓ પિતાએ કેવા નિર્દયી થઈ દીકરીની મટન કાપવાના છરાથી હત્યા કરી

Surat News : સુરતમા ધાબા પર સુવા બાબતે પિતાએ દીકરીની હત્યા કરી હતી. છરાના 20 થી વધુ ઘા ઝીંકીને પિતાએ નિર્મમતારૂપે પુત્રીની હત્યા કરી હતી. ત્યારે હવે સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક પિતાએ કેવા નિર્દયી થઈને દીકરીની મટન કાપવાના છરાથી હત્યા થઈ તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પતિ પત્ની વચ્ચે ધાબા પર સુવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે પતિએ ચીકન કાપવાના છરાથી પત્ની પર હુમલો કર્યો હતો. પુત્ર અને પુત્રી બચાવવા પડતા તેમના પર પણ હુમલો કર્યો હતો. પિતાના હુમલામાં પુત્રી ચંદાદેવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

ઘટનાના દિવસે શું બન્યુ હતું
બે દિવસ પહેલા સુરતમાં આવેલા કડોદરામાં એક પિતાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના કડોદરામાં આવેલ સત્યમનગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉં.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરા સૂરજ, ધીરજ અને વિશાલ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં કામ કરતો હતો. પરંતુ રાત્રે ધાબા પર પત્ની સાથે સૂવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી વચ્ચે પડી હતી અને બાદમાં ત્રણ ભાઈ પણ આવ્યા હતા. પરંતુ પોતાની માતાને શેતાન પિતાની ચુંગાલમાંથી બચાવવા જતા દીકરીને પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરીને ખૂની ખેલ ખેલ્યો હતો. 

શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો

મુસ્લિમ યુવકની જાળમાં ફસાયેલ હિન્દુ યુવતીનો આપઘાત, લવ જેહાદનો શિકાર બની ડાકોરની દીકર

હુમલાથી પત્નીની હાથની આંગળીઓ કપાઈ, તો દીકરી આખેઆખી કપાઈ
શેતાન પિતા રામાનુજે હુમલો કરતાં પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યાર બાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ લોહિયાળ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા. પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતાને ઝડપી પડ્યો હતો. ત્યારબાદ દીકરી ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. 

યુવતીના લાશના થયા એવા હાલ અરેરાટી થઈ, પાઇપમાં અથડાવાથી ચામડી અને માંસના લોચા નીકળ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More