Home> Entertainment
Advertisement
Prev
Next

Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં આ 5 ફિલ્મોએ મચાવી ધૂમ, એક પણ હિન્દી ફિલ્મ લિસ્ટમાં નથી સામેલ!

આ દિવસોમાં ફ્રાન્સના શહેર Cannesમાં ફિલ્મ સ્ટાર્સનો મેળો લાગેલો છે. હાલમાં ચાલી રહેલા Cannes ફેસ્ટિવલમાં દુનિયાભરના ફિલ્મ સ્ટાર્સ પહોંચી રહ્યા છે. ત્યારે અમે એવી 5 ફિલ્મો વિશે વાત કરીશું જેની Cannesમાં ખૂબ ચર્ચા થઈ છે. 

Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં આ 5 ફિલ્મોએ મચાવી ધૂમ, એક પણ હિન્દી ફિલ્મ લિસ્ટમાં નથી સામેલ!

ફ્રાન્સના Cannes શહેરમાં આ દિવસોમાં ફિલ્મ જગતનો એક મોટો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. 16 મેથી શરૂ થયેલો આ Cannes ફેસ્ટિવલ 27 મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી સ્ટાર્સ આવ્યા છે. આ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સે પણ ભાગ લીધો છે. સારા અલી ખાનથી લઈને સપના ચૌધરી સુધી ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ Cannes ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા અને આ 5 ફિલ્મોએ કાન્સ ફેસ્ટિવલમાં ખુબ ધૂમ મચાવી ચાલો જાણીએ કઈ છે આ 5 ફિલ્મો..

1-એનાટોમી ઑફ અ ફૉલ  (Anatomy Of A Fall): ફ્રેન્ચ ડિરેક્ટર જસ્ટિન ટ્રાયટ (Justine Triet) ની ફિલ્મ એનાટોમી ઑફ અ ફૉલની આ ફેસ્ટિવલમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા એક મહિલાની છે જે પોતાના પતિની હત્યાનું રહસ્ય જાણવાની જીદ પકડી લે છે. 

આ પણ વાંચો:
પ્રચંડ ગરમી અને હીટ સ્ટ્રોકથી મળશે રાહત! હવામાન વિભાગે જારી કરી મોટી ચેતવણી
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર

2-બેનેલ એન્ડ અદામા  (Banel & Adama): ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા રમાતા-તાઉલાએ (Ramata-Toulaye Sy)ની ફિલ્મ બેનેલ એન્ડ અદામા પણ કાન્સ ફેસ્ટિવલમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. આ ફિલ્મની વાર્તા એક પ્રેમકથા છે. 

3-લા ચિમેરા (La Chimera): ઈટાલિયન ફિલ્મ નિર્માતા અને નિર્દેશક 'એલિસ રોહરવાચર' (Alice Rohrwacher)ની  ફિલ્મ લા ચિમેરા પણ કાન્સમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મની વાર્તા એક ઈતિહાસકારની છે. જે પોતાના પ્રોજેક્ટ માટે ખૂબ જ સમર્પિત છે.

4-ક્લબ ઝીરો (Club Zero): ઓસ્ટ્રેલિયન ડાયરેક્ટર જેસિકા હોઝનર (Jessica Hausner)ની ફિલ્મ ક્લબ ઝીરોએ પણ ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ફિલ્મને ઘણા લોકોએ પસંદ કરી છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ડાયરેક્ટર જેસિકાના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

5-મે-ડિસેમ્બર (May December): ડિરેક્ટર ટોમ હાઈન્સની આ ફિલ્મ પણ કાન્સમાં ચર્ચાનો વિષય બની રહે છે. આ ફિલ્મની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. ફિલ્મમાં એક નવવિવાહિત કપલ ​​છે, જેની વચ્ચે રોમાંસ ચરમસીમાએ પહોંચે છે. દરમિયાન, ભૂતકાળના એક પાત્રની એન્ટ્રી થાય છે અને બંનેના જૂના કારનામાઓ બહાર આવે છે. એક ક્ષણમાં જીવન કેટલું બદલાઈ શકે છે તે આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More