Home> Gujarat
Advertisement
Prev
Next

નકલી પોલીસ બનીને સુરતમાં કહેર મચાવનાર કુલદીપને અસલી પોલીસે પકડી પાડ્યો

સુરતના પુણા પોલીસ મથકના પીઆઈના રાઈટર તરીકે ઓળખ આપી નકલી પોલીસ બની રોફ જમાવતા એક ઈસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નકલી પોલીસ બનીને આરોપીએ ફર્નિચરની દુકાન ધારકને ત્યાંથી બે સોફા લઇ લીધા હતા અને બાઈક છોડાવી આપવાના નામે ૮ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. 

નકલી પોલીસ બનીને સુરતમાં કહેર મચાવનાર કુલદીપને અસલી પોલીસે પકડી પાડ્યો

ચેતન પટેલ/સુરત :સુરતના પુણા પોલીસ મથકના પીઆઈના રાઈટર તરીકે ઓળખ આપી નકલી પોલીસ બની રોફ જમાવતા એક ઈસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં નકલી પોલીસ બનીને આરોપીએ ફર્નિચરની દુકાન ધારકને ત્યાંથી બે સોફા લઇ લીધા હતા અને બાઈક છોડાવી આપવાના નામે ૮ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. 

સુરતના ડુંભાલ ખાતે રહેતા અને પુણા કેનાલ રોડ પર ખુલ્લા મેદાનમાં ફર્નિચરની દુકાન ધરાવતા રોહિતકુમાર વિનુભાઈ દેવીપુજક પુણા પોલીસ મથકે પહોચ્યા હતા અને તેઓએ પી.આઈ.ને રજૂઆત કરી હતી કે, થોડા મહિના અગાઉ તેઓની દુકાને એક ઇસમ આવ્યો હતો અને તેને પોતાનું નામ કુલદીપ આહીર અને પોતે પી.આઈ.નો રાઈટર હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસ સ્ટેશનમાં સોફા જોઈએ છે તેવુ કહ્યુ હતું. ‘તું સોફા નહી આપે તો તારા વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી જેલભેગો કરી દઈશ’ તેવી ધમકી આપી હતી. ફર્નિચરના માલિક પાસેથી 21 હજારની કિંમતના બે સોફાસેટ લઇ ગયો હતો. એટલું જ નહિ, તેઓની દુકાન પાસે ઈંડાની લારી પર તે આવતો હતો અને ત્યાં પોલીસના નામે રોફ બતાવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો અને પાર્સલ પણ લઇ જતો હતો. આ ઉપરાંત તેના મિત્રને પોલીસ હોવાની ઓળખ આપી પોલીસ મથકમાંથી બાઈક અપાવવાની વાત કરી 8 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા 

જો કે પુણા પોલીસ મથકમાં કુલદીપ આહિર નામનો કોઈ જ કર્મચારી ન હોઈ પી.આઈ.એ આ મામલે તપાસ શરુ કરી હતી અને પોલીસના નામે ફરતા કિરણ ઉર્ફે કુલદીપભાઈ સેલારભાઈ બારડને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે પુણાગામ સ્થિત કુબેરનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં તે વર્દી પહેરીને પોલીસના નામે રોફ પણ જમાવતો હતો. હાલ પુણા પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More