Home> Business
Advertisement
Prev
Next

PM Kisan Samman Nidhi: આ તારીખે કિસાનોના ખાતામાં પહોંચી જશે 4 હજાર રૂપિયા, આ રીતે ચેક કરો સ્ટેટસ

PM Kisan Samman Nidhi: જો તમે કિસાન છો અને  PM Kisan યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ યોજનાના લાભાર્થીઓના લિસ્ટમાં તમારૂ નામ ચેક કરવું પણ જરૂરી છે. 

PM Kisan Samman Nidhi: આ તારીખે કિસાનોના ખાતામાં પહોંચી જશે 4 હજાર રૂપિયા, આ રીતે ચેક કરો સ્ટેટસ

નવી દિલ્હીઃ PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Yojana) હેઠળ મળનાર રકમનો હપ્તો જલદી સરકાર કિસાનોના બેન્ક ખાતામાં પહોંચાડવાની છે. 10મા હપ્તાની (10th installment) રાહ જોઈ રહેલા કિસાનોને રાહત મળવાની છે. જાણકારી પ્રમાણે સરકાર 15 ડિસેમ્બરે દસમા હપ્તાના 2 હજાર રૂપિયા કિસાનોના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બેઠળ પાછલા વર્ષે 25 ડિસેમ્બરે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. અત્યાર સુધી કેન્દ્ર સરકારે દેશના 11.37 કરોડથી વધુ કિસાનોના બેન્ક ખાતામાં સીધા આશરે 1.58 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી ચુકી છે. 

કેટલાક કિસાનોને આ વખતે 2ની જગ્યાએ 4 હજાર રૂપિયા મળશે. આ ફાયદો તે કિસાનોને મળશે જેને અત્યાર સુધી 9માં હપ્તાનો લાભ મળ્યો નથી. તે તમામ લોકોના ખાતામાં બે હપ્તાના પૈસા પહોંચી જશે. એટલે સ્પષ્ટ છે કે તેના ખાતામાં 4 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ આ સુવિધા માત્ર તે કિસાનોને મળશે જેણે 30 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

પૈસા મળશે કે નહીં આ રીતે કરો ચેક
જો તમે કિસાન છો અને PM Kisan યોજના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આ યોજનાના લાભાર્થીઓના લિસ્ટમાં તમારૂ નામ ચેક કરવું જરૂરી છે.

આ પણ વાંચો- અબજોપતિ જેફ બેઝોસેની ભવિષ્યવાણી, 'અવકાશમાં જન્મશે મનુષ્ય, પૃથ્વી પર ઉજવશે રજાઓ'

આ રીતે જુઓ તમારા નામ
સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ખોલવી પડશે. 
વેબસાઇટના હોમ પેજ પર તમને Farmers Corner નો વિકલ્પ જોવા મળશે. 
Farmers Corner ની અંદર તમે Beneficiaries List ના વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ લિસ્ટમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામ શોધીને સિલેક્ટ કરો.
આ તમામ વસ્તુ થઈ જાય એટલે કે Get Report વિકલ્પને ક્લિક કરો. આ કરવા પર તે વિસ્તારના તમામ લાભાર્થીઓનું લિસ્ટ તમારી સામે આવી જશે અને તેમાં તમે તમારૂ નામ શોધી શકો છો. 

આ રીતે જુઓ હપ્તાનું સ્ટેટસ
તે વેબસાઇટ પર પહોંચ્યા બાદ ડાબી તરફ ફાર્મર્સ કોર્નર (Farmers Corner) પર ક્લિક કરો. પછી બેનેફિશિયરી સ્ટેટસ (Beneficiary Status) વિકલ્પ ક્લિક કરો. તેમ કરવાથી નવુ પેજ ખુલશે. નવા પેજ પર તમારો આધાર નંબર, મોબાઇલ નંબર એન્ટર કરો. ત્યારબાદ તમને તમારા સ્ટેટસની જાણકારી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More