Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં શિક્ષકની હેવાનિયત, માસુમને 11 તમાચા અને 1 લાત ફટકારી દીધી

શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા બાદ બાળકે ઘરે જઈને દુખાવાની ફરિયાદ કરી હતી. 
 

સુરતમાં શિક્ષકની હેવાનિયત, માસુમને 11 તમાચા અને 1 લાત ફટકારી દીધી

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. આ બાબતે શાળા સંચાલકોએ વાલીઓને સમજાવીને મામલો થાળે પાળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વાલીઓ કાર્યવાહીની પોતાની માંગ પર અડગ રહેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા બાદ બાળકે ઘરે જઈને દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેણે પોતાના માતા-પિતાને શિક્ષકે માર માર્યો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓ શાળાએ પહોંચ્યા અને સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી. વર્ગખંડમાં રહેલા કેમેરામાં જોતા ખ્યાલ આવ્યો કે, શાળાના શિક્ષક વિદ્યાર્થીને લાફા અને લાતોથી ઢોર માર મારી રહ્યાં છે. આ સમયે વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. 

પ્રાપ્ત વિગત અનુસાર, આ વિદ્યાર્થી અન્ય બાળકો સાથે મસ્તી કરી હતી. આશી શિક્ષકે માર માર્યો હતો. આ અંગે શિક્ષકે કહ્યું કે, બાળકને ના પાડી છતા તે વધુ મસ્તી કરતો હતો તેથી તેને માર માર્યો હતો. ત્યારબાદ શાળાએ પહોંચેલી પોલીસે શિક્ષકની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ વાલીઓ શાંત થયા અને મામલો થાળે પડ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More