Home> Entertainment
Advertisement
Prev
Next

આવી ગયું છે 'હેપ્પી ફિર ભાગ જાએગી'નું ટ્રેલર, જોવા કરો ક્લિક

'હેપ્પી ભાગ જાએગી'ની આ સિક્વલ જોવા માટે ચાહકો તલપાપડ છે

આવી ગયું છે 'હેપ્પી ફિર ભાગ જાએગી'નું ટ્રેલર, જોવા કરો ક્લિક

મુંબઈ : 2016માં રિલિઝ થયેલી ડાયના પેન્ટીની ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. ડાયના પેન્ટીની આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા નવપ્રીત કૌરના પાત્રમાં છે. ટ્રેલર મોજ-મસ્તી અને કન્ફ્યૂઝનથી ભરપૂર છે. આ સિક્વલમાં એક નહીં પણ બે-બે હેપ્પી જોવા મળશે. 

આનંદ એલ. રાયની આ ફિલ્મને મુદસ્સર અઝીઝે ડાયરેક્ટ કરી છે. હેપ્પી ફિર  ભાગ જાયેગીમાં પ્રિક્વલના સ્ટાર્સ અલી ફેઝલ, જિમ્મી શેરગિલ, પીયુષ મિશ્રા અને મોમલ શેખ જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં અપારશક્તિ ખુરાના અને જસ્સી ગિલ પણ મુખ્ય ભુમિકામાં છે. ટ્રેલર પહેલાં ફિલ્મના ચાર ટીઝર રિલિઝ કરવામાં આવ્યાં હતાં જેમાં ડાયના પેન્ટી, પિયુષ મિશ્રા અને જિમ્મી શેરગિલ જોવા મળ્યાં છે. 

હેપ્પી ભાગ જાયેરીની સિક્વલ હેપ્પી ફિર ભાગ જાયેગી 24 ઓગસ્ટના રોજ રિલિઝ થવા જઇ રહી છે. ઇરોઝ ઇન્ટરનેશનલ અને આનંદ એલ. રાયના બેનર હેઠળ બનેલી આ ફિલ્મને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે તે ભવિષ્યમાં જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More