Home> Gujarat
Advertisement
Prev
Next

બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર

નર્સિંગની વિદ્યાર્થીની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેના બિભત્સ ફોટા વાયરલ કરવાનું કહી યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. શહેરની બી જે મિડકલ કોલેજમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી તે સમયે તેની પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કાર

હર્મેશ સુખડિયા/ અમદાવાદ: નર્સિંગની વિદ્યાર્થીની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેના બિભત્સ ફોટા વાયરલ કરવાનું કહી યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. શહેરની બી જે મિડકલ કોલેજમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી તે સમયે તેની પર બળાત્કાર આચરવામાં આવ્યો હતો. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બળાત્કારનો ભોગ બનનાર વિદ્યાર્થીની અસારવા ખાતે આવેલી બી જે મેડિકલ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ વર્ષ ૨૦૧૫માં કરતી હતી. વિદ્યાર્થીનીને ફેસબુક પર ધ્રુવીત પટેલ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. બંનેની મિત્રતા આગળ વધતા બંને એકબીજાને મળવા લાગ્યા. વોટ્સએપ તથા ફોનમાં વાતો કરતો યુવક તેને પાંડવણીયા ગામથી બાઇક લઇને અમદાવાદ મળવા આવ્યો હતો અને ત્યાર બાદ વિદ્યાર્થીનીને ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો.

ગુજરાત કોંગ્રેસમાં ભડકો, રાજ્યગુરૂના રાજીનામા બાદ પ્રદેશ કાર્યાલયમાં હંગામો 

ત્યારબાદ ત્યાં બળજબરીપૂર્વક અડપલા કરવા લાગ્યો હતો અને તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતિ પર બળાત્કાર ગુજાર્યા બાદ ધ્રુવીતે તેના ફોનમાં વિદ્યાર્થીનીના નગ્ન ફોટા પાડ્યા હતા અને જો આ વાત કોઇને કહેશે તો તેના પરિવારજનો અને સોશિયલ મીડિયામાં વિડીયો ફોટો મોકલી દેવાની ધમકી આપી હતી. અને આ જ ફોટાની ધમકી આપી તેની સાથે સબંધો બાંધતો હતો.

ભાજપમાં લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તો કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ  

રાજેશ ગઢીયા (એડીશનલ ડીસીપી, એફ ડિવિઝન) જણાવ્યું હતું કે શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે આ બનાવનો દાખલ થયો છે. ભોગ બનનાર વર્ષ ૨૦૧૫માં અભ્યાસ કરતા હતા તે સમયે ફેસબુકમાં યુવક સાથે મિત્રતા થઇ હતી. યુવક બાઈક પર અહીં આવ્યો હતો અને તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઈ બળાત્કાર ગુજરી ફોટા પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

ડાકોરના પાંડવણીયા ગામે રહેતો ધ્રુવીત ૨૦૧૫થી વિદ્યાર્થીનીના સંપર્કમાં હતો. વિદ્યાર્થીનીના નગ્ન ફોટા વાયરલ કરવાનું કહેતા યુવતિ ડરી ગઈ હતી અને તેના અભ્યાસ પર આ અસર ના થાય તે માટે થઇને તેને વર્ષ ૨૦૧૫માં પોલીસ ફરિયાદ ના કરી. પરંતુ અવાર નવાર ધ્રુવીત દ્વારા ફોટો બાબતે ટોર્ચર કરતા વિદ્યાર્થીની આખરે શાહીબાગ પોલીસ મથક પહોંચી હતી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More