Home> Business
Advertisement
Prev
Next

પાસપોર્ટ મેળવવાનું હવે સાવ સહેલું, સુષ્મા સ્વરાજે લોન્ચ કરી એપ અને નવા નિયમો

હવે પાસપોર્ટ એપ્લિકેશન આખા ભારતમાં ગમે ત્યાંથી પ્રોસેસ કરી શકાશે

પાસપોર્ટ મેળવવાનું હવે સાવ સહેલું, સુષ્મા સ્વરાજે લોન્ચ કરી એપ અને નવા નિયમો

નવી દિલ્હી : આજે ભારત સરકાર તરફથી એક્સટર્નલ અફેર મિનિસ્ટર સુષ્મા સ્વરાજે Passport Seva App લોન્ચ કરી છે. આ એપના ઉપયોગથી વેલિડ પાસપોર્ટ મેળવવાનું એકદમ સરળ બની જશે. પાસપોર્ટ સેવા દિવસે આ એપની જાહેરાત કરતા સુષ્મા સ્વરાજે બીજી બે યોજનાઓ ભારતમાં ગમે ત્યાંથી પાસપોર્ટ એપ્લિકેશન તેમજ મોબાઇલ ફોનથી પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મની જાહેરાત કરી છે. 

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાસપોર્ટ બનાવતી વખતે પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને તેને દૂર કરવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે હવે પાસપોર્ટ બનાવવા માટે મેરેજ સર્ટિફિકેટની જરુર નહીં પડે. તેમણે જણાવ્યું કે, પાસપોર્ટ માટે અપ્લાય કરવા માટેના જૂના અને મુશ્કેલીભર્યા નિયમોને દૂર કરવામાં આવ્યા છે. નિયમોને સરળ કરી દેવામાં આવ્યા છે. સુષમા સ્વરાજે કહ્યું કે, સૌથી વધારે સમસ્યા જન્મતારીખને કારણે ઉભી થતી હોય છે. અમે જન્મતારીખ માટે 7-8 એવા ડોક્યુમેન્ટ્સ શામેલ કર્યા છે જેનાથી મુશ્કેલી ઓછી થઈ જશે. હવે આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા એવા સરકાર દ્વારા માન્ય ડોક્યુમેન્ટ્સને જન્મ તારીખના પુરાવા તરીકે ગણવામાં આવશે.

ગૂગલ પ્લેસ્ટોર પર જઈને તમે પાસપોર્ટ સેવા એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપની મદદથી તમે પાસપોર્ટને લગતા અનેક કામ પાર પાડી શકો છો. સુષમા સ્વરાજે કહ્યું કે, અત્યારે દેશમાં કુલ 307 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે. અમે પાછલા ચાર વર્ષમાં દેશમાં કુલ 212 પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલ્યા છે. દરેક લોકસભા ક્ષેત્રમાં પાસપોર્ટ પહોંચાડવા માટે ત્યાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે.

બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More