Home> Gujarat
Advertisement
Prev
Next

રક્ષાબંધન વિશેષ: વડોદરાની વિશ્વાએ બનાવી વાવી શકાય એવી રાખડી

રાખડીના વેચાણમાંથી મળેલી આવકનો ઉપયોગ વિશ્વા શહેરના સ્લમ વિસ્તારમાં રહેતાં પ્રિવિલેજ બાળકોના અભ્યાસ અને તેમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે.

રક્ષાબંધન વિશેષ: વડોદરાની વિશ્વાએ બનાવી વાવી શકાય એવી રાખડી

તૃષાર પટેલ, વડોદરા: સમગ્ર દેશમાં રક્ષાબંધનના પર્વને ખૂબ જ ઉત્સાહ સાથે બહેનો મનાવવા જઈ રહી છે ત્યારે પોતાના ભાઈના કાંડે રક્ષા બાંધીને આજીવન તેની તદુરસ્તી અને નિરામય સ્વાસ્થ્ય રહે તેવી પ્રાર્થના સાથે વડોદરાની એક યુવતીએ અનોખી રીતે રક્ષા બંધનના પર્વને ઉજવવાનું નક્કી કર્યું છે.

પોતાના ભાઈને રક્ષા બંધનના તહેવાર પ્રસંગે અનોખી રાખડી બાંધવાના હેતુ સાથે વડોદરાના વાસના રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી અને એમ.એસ યુનિવર્સીટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા ભટ્ટ નામની આ બહેને પ્લાન્ટ રાખડી બનાવી છે અને પોતના ભાઈ પાસે પર્યાવરણની રક્ષા કરવા માટેનું વચન પણ લેવાની છે. વિશ્વાએ રક્ષા બંધનના પર્વ પર અન્ય બહેનો માટે પ્લાન્ટ રક્ષા બનાવવાની છે અને તેનું વેચાણ પણ કરવાની છે.

અલબત્ત પ્લાન્ટ રાખડીના વેચાણમાંથી મળેલી આવકનો ઉપયોગ વિશ્વા શહેરના સ્લમ વિસ્તારમાં રહેતાં પ્રિવિલેજ બાળકોના અભ્યાસ અને તેમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કરશે. વિશ્વા ભટ્ટ દર વર્ષે રક્ષા બંધનના પ્રસંગે પોતાના ભાઈને અનોખી રાખડી બાંધે છે. ત્યારે આ વર્ષે વિશ્વાએ પોતાના ભાઈને ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે કાંઈ હટકે ઉજવવાનું નક્કી કર્યું છે. 

વિશ્વાએ રક્ષા બંધનને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું એ માટે તેને બહુ વિચાર્યું અને અંતે એક નવા વિચાર અને સંદેશ સાથે તેને પ્લાન્ટ રાખડી બનાવવાનું નકકી કર્યું. પ્લાન્ટ રાખડી માટે તેને માટી અને વૃક્ષ, ફૂલ અને છોડવાના બીજનો ઉપયોગ કર્યો છે. વિવિધ બીજને માટીના રાખડી જેવા ચંદામાં રોપીને તેં ચંદાને નાયલોનની દોરીથી તૈયાર કરેલી પ્લાન્ટ રાખડી અંગે વાત કરતા વિશ્વા જણાવે છે કે એક તરફ પર્યાવરણ ડિસ્ટર્બ થયું છે.

પર્યાવરણમાં પ્રદુષણ પણ વધી રહ્યું છે ત્યારે આ પવિત્ર પર્વે હું મારા ભાઈને આ પ્લાન્ટ રાખડી બાંધી તેમાં રહેલા બીજને કુંડામાં કે ખુલ્લી જગ્યામાં રોપી તેનો ઉછેર કરી આજીવન તેનું રક્ષણ કરવાની ભેટ હું માંગીશ. વિશ્વા એ માત્ર પોતાના ભાઈ માટે જ નહીં પરંતુ અન્ય બહેનો માટે પણ આ પ્રકારની પ્લાન્ટ રાખડી બનાવી છે અને તે નજીવા દરે તેનું વેચાણ કરવાની છે. પ્લાન્ટ રાખડીના વેચાણ માંથી મળેલ આવકનો ઉપયોગ તે શહેરના ગરીબ બાળકોના અભ્યાસ અને આરોગ્ય માટે વાપરવાની છે.

વિશ્વા ભટ્ટે જણાવ્યું હતું કે એક તરફ પર્યાવરણમાં અસંતુલન જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ સોશિયલ વર્કમાં અભ્યાસ કરતી વિશ્વા ભટ્ટે આ પર્યાવરણને સ્થિર કરવા માટેનો એક નાનો પ્રયાસ કર્યો છે. વિવિધ બીજોમાંથી બનાવેલી પ્લાન્ટ રાખડીઓને તે જરૂરિયાતમંદ બહેનોને પણ આપવાની છે. તો વળી તેની સોશિયલ મીડિયાના માધ્યમથી પ્લાન્ટ રાખડી વિશે અનેક લોકોને માહિતી આપતા વિશ્વાને મુંબઈ-અમદાવાદ જેવા શહેરોમાંથી પ્લાન્ટ રાખડી માટે ઓર્ડર પણ મળી રહ્યા છે. પ્લાન્ટ રાખડી બનાવવાની તેની યુક્તિ તેના પિતાએ આવકારી છે અને સાથે-સાથે ગૌરવ પણ અનુભવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More