Home> Gujarat
Advertisement
Prev
Next

ગજબની વીજચોરીની ટેક્નિક: 8 AC ધરાવતો બે માળનો બંગલો અને બીલ ઝૂપડાં જેટલું

ટોરેન્ટની ફરિયાદને પગલે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે રેડ કરી હતી. ડીસીપી ઝોન 7 સહિત 100 પોલીસ કર્મીઓ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરાઈ અને તેમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડી પાડી હતી.

ગજબની વીજચોરીની ટેક્નિક: 8 AC ધરાવતો બે માળનો બંગલો અને બીલ ઝૂપડાં જેટલું

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને પોલીસ ચોપડે કુખ્યાત નઝિર વોરા ,કાળું ગરદન અને સુલતાનના ઘરે મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ટોરેન્ટની ફરિયાદને પગલે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે રેડ કરી હતી. ડીસીપી ઝોન 7 સહિત 100 પોલીસ કર્મીઓ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરાઈ અને તેમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડી પાડી હતી.

જુહાપુરા વિસ્તારમાં રહેતા નાઝિર વોરાના ઘરે રેડ પાડતા વીજ ચોરીના દ્રશ્યો જોઈને પોલીસ અને વીજ કંપનીઓ ના અધિકારીઓ ચોકી ઉઠ્યાં હતા. નાઝિરના ઘરે 8 AC અને બોરવેલ હોવા છતાં માત્ર 50 યુનિટ જ ખર્ચ બતાવતા હતા. નઝીર વોરાના ઘરે પોલીસે તપાસ કરતા જમીનમાં આપેલ મુખ્ય વીજ લાઇનમાંથી પંક્ચર પાડી કેબલ મારફતે વીજ કનેક્શન ખેંચ્યું હતું. અને જમીનમાંથી જ કેબલ ખેંચી આખા બંગ્લોઝ  વીજ વપરાશ કરતો હોવાનું માલુમ પડ્યું હતું..

આ સાથે નાઝિરના ફાર્મ હાઉસ અને કોંપ્લેક્ષમાં તપાસ કરતા ત્યાં પણ વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. નઝીરના ફાર્મ હાઉસમાં જમવાના ટેબલ નીચેથી  છરો મળી આવ્યો હતો. હાલ પોલીસે  કુખ્યાત વિરુધ મળેલી ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More