Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Update: રાજ્યમાં આજે 1175 કેસ નોંધાયા, 16ના મોત, ટેસ્ટિંગમાં થયો વધારો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1175 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1123 દર્દીઓ સાજા થયા છે.

Corona Update: રાજ્યમાં આજે 1175 કેસ નોંધાયા, 16ના મોત, ટેસ્ટિંગમાં થયો વધારો

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1175 કેસ નોંધાયા છે. તો કોરોના મહામારીને કારણે વધુ 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1123 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 79.21 ટકા પહોંચી ગયો છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 83,262 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2855 થયો છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 65 હજાર 953 દર્દીઓ સાજા થયા છે. 

ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 2855 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 16 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, સુરત જિલ્લામાં 7, રાજકોટ શહેરમાં 2, ગાંધીનગર, વડોદરા અને પાટણમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2855 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં ટેસ્ટિંગની સંખ્યામાં મોટો વધારો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 68,581 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દરરોજ પ્રતિ મીલીયન વસ્તી પ્રમાણે 969.70 ટેસ્ટ થઈ રહ્યાં છે. આમ રાજ્યમાં અત્યાર સુધી 15,47,210 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 14454 છે. જેમાં 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 14368 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 65,953 દર્દીઓ સાજા થયા છે.  રાજ્યમાં આજની તારીખે 5 લાખ 17 હજાર 747 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 163, અમદાવાદ શહેરમાં 155, વડોદરા શહેરમાં 92, સુરત ગ્રામ્યમાં 74, રાજકોટ શહેરમાં 67, જામનગરમાં 65, પંચમહાલમાં 42, ભાવનગર શહેરમાં 27, મોરબીમાં 26, રાજકોટમાં 31, કચ્છમાં 35, દાહોદમાં 32, અમરેલીમાં 25 કેસ નોંધાયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More