Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં ટફ ફાઈટ : લોક આંદોલનનો ચહેરા ગણાતા અનંત પટેલ સામે ધવલ પટેલની ટક્કર

Valsad Loksabha Seat : વલસાડ બેઠક પર આંદોલનો થકી લોક ચાહના ધરાવતા અનંત પટેલ સામે ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી, બે બળિયામાં કોણ બાજી મારશે 

વલસાડમાં ટફ ફાઈટ : લોક આંદોલનનો ચહેરા ગણાતા અનંત પટેલ સામે ધવલ પટેલની ટક્કર
Updated: Mar 23, 2024, 03:33 PM IST

Gujarat Loksabha Election : અહીંથી જે ચુંટણી જીતે એની જ સરકાર કેન્દ્રમાં બને...!! આ ઉક્તિને લઇને 26 વલસાડ લોકસભા બેઠક ઉપર ચુંટણી જંગ રસાકસી ભરી રહેશે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતરતા વલસાડ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે

અનંત પટેલની આંદોલનકારી નેતા તરીકેની છાપ

વર્ષોથી આદિવાસી પંથક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તેમછતાં ભાજપે આદિવાસી બાહુલ બેઠકો કબ્જે કરવામાં સફળતા મેળવી છે, પરંતુ નવસારીની 177 વાંસદા વિધાનસભા બેઠક અંકે કરવા ભાજપ તમામ મથામણ બાદ પણ આદિવાસીઓ માટે લડતા યુવા નેતા અનંત પટેલને પછાડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે પાર, તાપી, નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ જેવા મહત્વાના પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરી, સરકારને ઝૂકાવવામાં સફળ રહેલા અનંત પટેલ વાંસદા સહિત આસપાસના જિલ્લાઓમાં પણ વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાઓના વિવિધ પ્રશ્નો, સાથે જ પાણી, હાઇવે, આંતિરક રસ્તાઓ, અધુરી સરકારી યોજનાઓ મુદ્દે આવેદન, આંદોલન કરી રસ્તા પર ઉતરી સમસ્યાઓનું સમાધાન લાવવાના પ્રયાસો કર્યા છે. રોડથી વિધાનસભા સુધી લોક પ્રશ્નો ઉઠાવતા અનંત પટેલ કોંગ્રેસના આંદોલનકારી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ત્યારે કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ હરીફ ઉમેદવાર સોશ્યલ મીડિયા થકી કેટલા લોકો સુધી પહોંચ્યા હશે, જેથી અત્યાર સુધી લોકો માટે હું લડ્યો, હવે લોકો મારા માટે લડીને જીતાડશેનો અનંત પટેલે આશાવાદ વ્યક્ત કર્યો છે.

ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને આવ્યો હાર્ટ એટેક, સારવાર મળતા પહેલા જ મોત થયું

ધવલ પટેલના સવા લાખથી વધુ ફોલોઅર્સ
આદિવાસીઓમાં જાણીતા અનંત પટેલને કોંગ્રેસે ચુંટણી મેદાનમાં ઉતારતા ભાજપે પણ સામે સોશ્યલ મીડિયામાં એક્ટિવ એવો યુવા ચહેરો ધવલ પટેલને ચુંટણી સંગ્રામમાં ઉતાર્યા છે. મુળ વાંસદાના અને ધોડિયા પટેલ જ્ઞાતિના જ ધવલ પટેલ ભાજપના આદિવાસી મોર્ચાના સોશ્યલ મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ છે. સોશ્યલ મીડિયામાં ધવલ પટેલના સવા લાખથી વધુ ફોલોવર્સ છે. ધવલ પટેલ આદિવાસીઓના પ્રશ્નો, સમસ્યાઓથી અવગત હોવાનુ જણાવી, વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ પ્લાનીગ કરી, વિકાસ સાધવાના પ્રયાસો ઉપર ફોકસ રાખી રહ્યા છે. ત્યારે આંદોલન થકી લોકો સુધી પહોંચેલા અનંત પટેલ સામે ધવલ પટેલ વિકાસની રાજનીતિ થકી લોકો સુધી પહોંચવાની રણનીતિ લઈને નીકળ્યા છે. જોકે ધવલ પટેલે પોતાના હરીફનું નામ લીધા વિના જ તેમને પછાડવાનો ઉત્સાહ દેખાડ્યો હતો.

ભાડા પર કાર આપતા પહેલા સાવઘાન, ભાડે લઈ જનારા વ્યક્તિએ વેચી નાંખી કાર

વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જોતા રાજકીય વિશ્લેષકો વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ રહેવાનું માની રહ્યા છે. કારણ બંનેના ઉમેદવારો યુવા છે અને એક જ ધોડિયા જ્ઞાતિના છે. ત્યારે આંદોલનો થકી લોક ચાહના ધરાવતા અનંત પટેલ સામે સ્કાય લેબની જેમ મુકવામાં આવેલા ધવલ પટેલે ભાજપી સંગઠન ઉપર વિશ્વાસ સાથે ચુંટણી જંગ ખેલવી પડશે. ભાજપ માઇક્રો પ્લાનિંગ થકી ચુંટણી મેદાનમાં ઉતરતી હોય છે, પરંતુ કોંગ્રેસના જુથવાદ સાથે અનંત પટેલે ચુંટણી જીતવાની મથામણ કરવી પડશે.

વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગેસના યુવા ચહેરા છે, પરંતુ એક પાસે મજબૂત સંગઠન અને એક પાસે પોતાના આંદોલનો થકી મેળવેલી લોક ચાહના છે, જેમાં બે બળિયામાં કોણ બાજી મારશે એ ચુંટણી જંગ બાદ જ સામે આવશે.

ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણય પર રંજનબેને ગળગળા થઈને કહી આ વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે