Home> Kheda
Advertisement
Prev
Next

ડાકોરમાં લાખો ભક્તોની સુરક્ષાની કમાન પોલીસે સંભાળી, જાણો બે દિવસનો મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ

ડાકોર મંદિર નજીક ઈમરજન્સી સેવાઓ એલર્ટ મોડમાં ગોઠવી દીધી છે. આ સાથે આજથી 5 દિવસ દરમિયાન 12થી 15 લાખ પદયાત્રીઓ ઉમટશે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી દીધી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મળી કુલ 2076 ખાખીનો બંદોબસ્ત ડાકોર ખાતે ખડકી દેવામાં આવ્યો છે.

ડાકોરમાં લાખો ભક્તોની સુરક્ષાની કમાન પોલીસે સંભાળી, જાણો બે દિવસનો મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ
Updated: Mar 23, 2024, 03:15 PM IST

નચિકેત મહેતા/ખેડા: યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમે લાખો ભાવિક ભક્તો ઉમટવાના છે. ત્યારે જિલ્લા પોલીસે ડાકોર નગરમાં પદયાત્રીઓના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આડબંધ ઊભા કરી વાહનોને ડાયવર્ઝન કરાયા છે. તો ડાકોર મંદિર નજીક ઈમરજન્સી સેવાઓ એલર્ટ મોડમાં ગોઠવી દીધી છે. આ સાથે આજથી 5 દિવસ દરમિયાન 12થી 15 લાખ પદયાત્રીઓ ઉમટશે ત્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળી દીધી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મળી કુલ 2076 ખાખીનો બંદોબસ્ત ડાકોર ખાતે ખડકી દેવામાં આવ્યો છે.

44 આડબંધોને 3 અલગ અલગ સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યા.

ડાકોરમાં હોળી પૂનમનું અનેરું મહત્વ હોય છે. પાંચ દિવસીય મેળામા 10લાખ થી વધુ ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે આવે છે. સુચારું વ્યવસ્થાાના ભાગ રૂપે જિલ્લા પોલીસ તંત્ર તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પૂનમનો બંદોબસ્ત ડાકોર નગરમાં 21 માર્ચની સવારથી થયો છે અને 25 માર્ચે ફુલડોલોત્સવની ઉજવણી પૂર્ણ થયા સુધી રહેશે. 2 હજાર જેટલાં પોલીસ કર્મચારીઓ 2 શિફ્ટમાં ખડેપગે ફરજ બજાવશે. હાલમાં પોલીસ દ્વારા ડાકોરમાં 44 આડબંધ લગાવવામાં આવ્યા છે. જે તમામ આડબંધ પર 1 પીએસઆઈ અને 10 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે. 44 આડબંધોને 3 અલગ અલગ સેક્ટરમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે અને તેના ઈન્ચાર્જ ડીવાયએસપી હશે. ડાકોર પોલીસ હસ્તકના વિસ્તારને 7 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં શ્રી રણછોડરાયજી મંદિર ઉપરાંત ગોમતી ઘાટ, રોડ બંદોબસ્ત તથા 3 સેક્ટરમાં 44 આડબંધ બંદોબસ્ત સિવાય અન્ય પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. જેથી તાકિદના સમયે વધારાની માં ફોર્સ સાથે સ્થિતીને સંભાળી શકાય.

ડાકોર પદયાત્રાના રૂટ પર દર ત્રણ કિ.મીએ પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા અને માઈક્રો પ્લાનિંગ આયોજન: જિલ્લા પોલીસ વડા

રાજ્યના અલગ અલગ જગ્યાએથી પોલીસનો બંદોબસ્ત ડાકોરમાં આજથી ફળવાઈ ચૂ્કયો છે. જેમાં 1 એસપી, 10 ડીવાયએસપી, 36 પીઆઈ, 105 પીએસઆઇ, 624 કોન્સ્ટેબલ, 221 મહિલા કોન્સ્ટેબલ, એસ આર પી, હોમગાર્ડ મળી કુલ 2076 પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ 5 દિવસ દરમિયાન 12-15 લાખ ભક્તો ઉમટવાના છે ત્યારે પોલીસે આ આયોજન ડાકોર નગરીમાં કર્યુ છે. આ માટે વાહનોના ડાયવર્ઝન પણ અપાયા છે અને નગરમાં પદયાત્રાના રૂટ પર દર ત્રણ કીમીએ પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ કાયદો અને વ્યવસ્થા જાળવાય તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે

ડાકોર મંદિર પ્રસાશને બહાર પાડેલા મીનિટ ટુ મીનિટનો કાર્યક્રમ

  • ફાગણી પૂનમના દિવસે સવારે 4:00 કલાકે મંગળા આરતી થશે. 
  • સવારે 9:00 કલાકે શણગાર આરતી, બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી 
  • 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.
  • મંગળવાર 26 માર્ચના રોજ 6:45 વાગે મંગળા આરતી થશે. 
  • એ બાદ શણગાર આરતી એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી 
  • એ પછી સાંજે ચાર વાગે ઉથાપન આરતી શયનભોગ, સખડીભોગ આરોગી
  • અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે