Home> Gujarat
Advertisement
Prev
Next

તું જા હું આવું છું! ડૂબતા જહાજમાંથી ઉંદર ભાગે એમ કોંગ્રેસીઓ ભાગવા લાગ્યા, શરમજનક હાલત

Loksabha Election 2024: લોકસભા પહેલાં પાટીલે સિંગલ ડિજિટ પાર્ટી બનાવવાના જોયેલા સપનાંને કોંગ્રેસી નેતાઓ પૂરું કરીને જ જંપશે. દાયકાઓ જૂની પાર્ટી હાલમાં અચંબામાં છે કે શું થઈ રહ્યું છે. ચર્ચાય છે કે હજુપણ કેટલાક કોંગ્રેસી નેતાઓ લાઈનમાં બેઠા છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 100થી વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે. હાલની ભાજપ સરકારમાં 3 કેબિનેટ મંત્રીઓના મૂળ ગોત્ર કોંગ્રેસી છે. 

તું જા હું આવું છું! ડૂબતા જહાજમાંથી ઉંદર ભાગે એમ કોંગ્રેસીઓ ભાગવા લાગ્યા, શરમજનક હાલત

Loksabha Election 2024: તું પાછળ ના જોતો, તું પહોંચ હું આવું જ છું...મારી જગ્યા રાખજે... જેમ એક ડૂબતા જહાજમાંથી ઉંદર ભાગે એમ કોંગ્રેસીઓ ભાગવા લાગ્યા છે અને ભાજપ નામના જહાજમાં ચડવા લાગ્યા છે. આ જહાજ ઓલમોસ્ટ ફૂલ હોવા છતાં પારસીઓ જેમ દૂધમાં સાકરની જેમ ગુજરાતમાં ભળી ગયા હતા એમ કોંગ્રેસી નેતાઓને ભાજપમાં ભળી જવું છે. ભલે એક સમયે બોલવામાં અને સાંભળવામાં કંઈ બાકી જ રાખ્યું ના હોય... ભાજપ પણ નફફ્ટ થઈને એવા નેતાઓને આવકારી રહી છે. જેઓએ એક સમયે ભાજપના નેતાઓ સામે મર્યાદા પણ જાળવી ન હતી. ગઈકાલે સીઆર પાટીલના હાવભાવ સ્પષ્ટ ચાડી ખાતા હતા એમને કેસરિયો ખેસ પહેરાવામાં જરાય રસ નથી. કોંગ્રેસમાં એવું તો શું થયું છે કે એકબાદ એક કોંગ્રેસી ભાગી રહ્યાં છે. હજુ કેટલાક લાઈનમાં બેઠા છે.

ગુજરાતમાં ટિકિટ કપાતા ભાજપના નેતાજી થયા નારાજ, રૂપાલાને ગણાવ્યા નાનું બાળક

લોકસભા પહેલાં પાટીલે સિંગલ ડિજિટ પાર્ટી બનાવવાના જોયેલા સપનાંને કોંગ્રેસી નેતાઓ પૂરું કરીને જ જંપશે. દાયકાઓ જૂની પાર્ટી હાલમાં અચંબામાં છે કે શું થઈ રહ્યું છે. ચર્ચાય છે કે હજુપણ કેટલાક કોંગ્રેસી નેતાઓ લાઈનમાં બેઠા છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં 100થી વધારે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે. હાલની ભાજપ સરકારમાં 3 કેબિનેટ મંત્રીઓના મૂળ ગોત્ર કોંગ્રેસી છે. ભાજપ કોઈ પણ ખચકાટ વિના સતત પોંખી રહી છે. હવે ભાજપમાં પણ એ સવાલ છે કે લોકસભા ચૂંટણી પછી આ નેતાઓનું શું થશે? હાલમાં ગુજરાતમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસ એ ધારાસભ્યો અને નેતાઓ પેદા કરવાની ફેક્ટરી છે અને ભાજપ એ ખરીદદાર છે. જે શામ, દામ, દંડ ભેદથી નેતાઓને ખરીદી રહી છે. 

બોર્ડની પરીક્ષાથી ગભરાતા વિદ્યાર્થીઓની વ્હારે આવશે પોલીસ, જાહેર કરી જિંદગી હેલ્પલાઈન

લોકસભાની ચૂંટણીઓ પહેલાં એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવાસ કરીને પોતાની ટીમ મજબૂત કરવા માંગે છે. જીત માટેની રણનીતિ ઘઢવા માંગે છે. બીજી તરફ રાહુલ ગાંધીની જ ટીમના અલબત્ત કોંગ્રેસના વર્ષો જુના કાર્યકરો પક્ષપલટો કરીને ભાજપમાં જઈ રહ્યાં છે. ગુજરાતના રાજકારણની હવા બદલાઈ છે ત્યારે આ બદલાયેલાં પવનમાં કોંગ્રેસના ઝાડ પરથી વધુ એક ડાળી તૂટી રહી છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના વધુ એક ધારાસભ્યની. ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય છોડી શકે છે કોંગ્રેસ.

ચૂંટણી પહેલા સરકારના લાખો કર્મચારીઓને મળશે મોટી ભેટ, સપ્તાહમાં 2 રજા, પગાર પણ વધશે 

આ પહેલાં હાલમાં જ અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર અને કંડોરિયા જેવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને ટાટા...બાય બાય અને રામ રામ કહી ચુક્યા છે. આ પહેલાં ખંભાતના ધારાસભ્ય ચીરાગ પટેલ અને વિજાપુર બેઠક પરથી સી. જે ચાવડાએ કોંગ્રેસને અલવિદા કરી દીધી છે. ચર્ચા એવી પણ છે કે  પાટણના MLA કિરીટ પટેલ રાજીનામું આપી શકે છે. જેઓ શુભમુહૂર્તની રાહ જોઈ રહ્યાં છે. રામ મંદિર મામલે કિરીટ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. રામ મંદિર મામલે કોંગ્રેસના સ્ટેન્ડથી કીરીટ પટેલ નારાજ થયા હતા. આ સિવાય સૌરાષ્ટ્રના એક પિતા -પુત્ર પણ લીલીઝંડીની રાહ જોઈ રહ્યાં છે. 

શાહજહાં શેખ પર આરપાર : મમતા સરકારને 'સુપ્રીમ ઝટકો', કોર્ટે આપ્યો આ ચૂકાદો

2022ની ચૂંટણીમાં ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, 3 અપક્ષ અને એક બેઠક સમાજવાદી પાર્ટીને મળી હતી. પરંતુ તે બાદ અપક્ષના એક, કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ધારાસભ્ય પદ છોડી ચુક્યા છે. અને હવે તેમાં અરવિંદ લાડાણીના નામનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે અરવિંદ લાડાણીના પક્ષ છોડવાની વાત ઉઠી હોય. આ પહેલાં પણ આવી શક્યતાઓ સામે આવી હતી. જોકે, એ સમયે તો અરવિંદ લાડાણીએ છડેચોક કહ્યું હતું કે તેઓ પક્ષ કે પદ નહીં છોડે. પરંતુ લાગે છે કે હવે નેતાજીએ મન બદલી લીધું છે. 

અંબાણી પરિવારનો બંદોબસ્ત પુરો કરી ઘરે જઈ રહેલાં પોલીસકર્મીને વાહને કચડી નાંખ્યા

આમ કોંગ્રેસના ડૂબતા જહાજને એક બાદ એક નેતાજી ચોડીને જઈ રહ્યાં છે. હવે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે કઈ રીતે લડશે? હાલમાં કોંગ્રેસનો ઘાટ સેનાપતિ તો છે પણ લડવા માટે લશ્કર ન હોવા જેવો છે. નેતાઓ તો છે પણ દોડવાવાળું સંગઠન નથી. આગામી દિવસોમાં કોંગ્રેસની હાલત વધારે બગડે તો નવાઈ નહીં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More