Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા પહેલાં પાટીલ અને હર્ષ સંઘવીને મોટી રાહત! જાણો કયા કોંગ્રેસીએ ભર્યા પારોઠના પગલાં

આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓને હાઈકોર્ટથી મળી ગઈ છે મોટી રાહત. જાણો શું હતો સમગ્ર મામલો અને કેમ આ મામલા પર હતી સૌ કોઈની નજર...

લોકસભા પહેલાં પાટીલ અને હર્ષ સંઘવીને મોટી રાહત! જાણો કયા કોંગ્રેસીએ ભર્યા પારોઠના પગલાં

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાકાળ દરમ્યાન કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવર ઈન્જેક્શનનો જથ્થો સુરતના ભાજપ કાર્યાલય ખાતેથી વિતરણ કરવાનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. આ વિવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિરૂધ્ધ ગુજરાત હાઈકોર્ટમાં PIL એટલેકે, જાહેરહિતની રિટ દાખલ કરવામાં આવી હતી. કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શન વિતરણ વિવાદમાં પાટીલ, હર્ષ સંઘવી વિરૂધ્ધ PIL ધાનાણીએ પાછી ખેંચી...ફુડ એન્ડ ડ્રગ્સ કેટ્રોલ એડમીનીસ્ટ્રેશન કમિશનર દ્વારા રચાયેલી કમીટીના રિપોર્ટમાં બંને નેતાને કલીનચિટ્...

જોકે, લોકસભાની ચૂંટણી પહેલાં જ આ મામલે કરાયેલી રિટ આખરે જે કોંગ્રેસી નેતા કરી હતી તેમણે જ પાછી ખેંચી લીધી. આ કેસમાં નીમાયેલી તપાસ સમિતિ દ્વારા બંને નેતાઓને કલીનચિટ્ આપવામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ ધ્યાને લઈ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માથીની ખંડપીઠે પણ પ્રસ્તુત કેસમાં કોઇ ગેરરીતિ થઈ નહી હોવાનું જણાવ્યું હતું.

બન્ને નેતાઓને આપવામાં આવી ક્લીનચિટઃ
હાઇકોર્ટના વલણ બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી પોતાની પીઆઈએલ પાછી ખેંચી લેવાઇ હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં રાજયના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન કમિશનર દ્વારા કમીટીની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ અદાલતે બહુ ઝીણવટભરી રીતે ધ્યાને લીધો છે અને અદાલતને પ્રસ્તુત કેસમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એકટ- ૧૯૪૦ની જોગવાઈઓનો કોઈપણ જોગવાઈઓનો ભંગ થયો હોય તેવું કયાય પ્રતીત થતું નથી. 

જાણો કોર્ટમાં આ મામલે શું થયું?
હાઇકોર્ટે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશને કમિશનર દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા અને રિપોર્ટને પણ રેકર્ડ પર લીધો હતો અને ત્યારબાદ ઉપરોકત મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. જેને પગલે અરજદારપક્ષ તરફથી પોતાની જાહેરહિતની રિટ અરજી પાછી ખેંચવાની મંજુરી માંગવામાં આવતાં હાઇકોર્ટે અરજદારને તેમની પીઆઈએલ પાછી ખેંચવાની મંજૂરી આપી હતી અને જણાવ્યું હતું કે, પીઆઈએલ સ્વરૂપમાં ફાઇલ થયેલી આ પિટિશન પાછી ખેંચાતા ફગાવી દેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More