Home> Gujarat
Advertisement
Prev
Next

‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 

‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો

અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા 

અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મુળ રાયબરેલીના વતની મહિલા ક્રિશ્નાવતી કહે છે કે, 'અમે અહીં જ રહીએ છીએ.. નાનુ મોટુ કામ કરીએ છીએ... અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે... ગુજરાતે અમને ઘણુ આપ્યું છે.... જો કે આવી પરિસ્થિતીમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ... જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે... અમે તેનાથી સંતુષ્ટ છીએ... પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ...’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More