Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ : 24 કલાકમાં 340 લોકો પોઝિટિવ, કુલ આંકડો 9932 પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આજે રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં  આજે 9૦ વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે. જે તબીબોની મોટી સફળતા કહેવાય. આમ, કહી શકાય કે કોવિડ-19ની લડાઈમાં ઉંમર મોટુ ફેક્ટર નથી. ગંગાબેન તેનુ મોટું ઉદાહરણ છે. વ્યક્તિ જો લડવાનુ નિર્ધાર કરે તો અન્ય કોઈ પરિબળ તેમાં વચ્ચે આડે આવતા નથી, ઉંમર પણ નહિ. 

ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ : 24 કલાકમાં 340 લોકો પોઝિટિવ, કુલ આંકડો 9932 પહોંચ્યો

હિતલ પારેખ/ગાંધીનગર :છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 340 કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 9932 પર પહોંચી ગયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આજે રાજ્યભરમાંથી કુલ 282 ડિસ્ચાર્જ થયા છે. આમ, ગુજરાતમાં ડિસ્ચાર્જ થવાનો રેટ 40.62 થયો છે. તો સાથે જ ગુજરતમાં  આજે 9૦ વર્ષના વડોદરાના એક મહિલા સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે. જે તબીબોની મોટી સફળતા કહેવાય. આમ, કહી શકાય કે કોવિડ-19ની લડાઈમાં ઉંમર મોટુ ફેક્ટર નથી. ગંગાબેન તેનુ મોટું ઉદાહરણ છે. વ્યક્તિ જો લડવાનુ નિર્ધાર કરે તો અન્ય કોઈ પરિબળ તેમાં વચ્ચે આડે આવતા નથી, ઉંમર પણ નહિ. 

‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો

તેમણે કહ્યું કે, ગંગાબહેનના તેમના 65 વર્ષના દીકરીનું મોત નિપજ્યું છે. જે ગંગાબેન માટે આઘાત કહી શકાય, પંરતુ ગંગાબહેન મન મક્કમ રાખીને કોવિડને હરાવ્યું હતું. ગંગાબહેનને તાળીઓન ગડગડાટ સાથે ઘરે પરત મોકલાયા હતા. કોરોનાની આ એક સક્સેસ સ્ટોરી છે. ગુજરાતમાં પહેલો કેસ આવ્યા બાદ હવે બે મહિના થવા આવ્યા છે. આરોગ્ય વિભાગના કામ કરતા દરેક કોરોના વોરિયર્સ હિંમત હાર્યા વગર કામ કરી રહ્યાં છે. 

  • રાજ્યમાં કુલ કેસ : 9932
  • રાજ્યમાં કુલ મોત : 606
  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 4035

નવા કેસ ક્યાં ક્યાંથી આવ્યા 
ગુજરાતમાં આજે નવા 340 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 261 ,સુરતમાં 32, વડોદરામાં 15, રાજકોટમાં 12, ગાંધીનગરમાં 11, સાબરકાંઠામાં 2, પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ નવો નોંધાયો છે. 

ગુજરાતનો દરિયાકિનારો ફરી અસલામત, 23 મે સુધી હુમલાની શક્યતા, માછીમારોને એલર્ટ કરાયા 

જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર નજર કરીએ તો સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતના કોરોના રિપોર્ટ કાર્ડમાં ટોપ પર સતત ટોપ પર રહેલ અમદાવાદમાં કુસ કેસનો આંકડો 7171 થયો છે. તો વડોદરામાં 620, સુરતમાં 1015, રાજકોટમાં 78, ભાવનગરમાં 103, આણંદમાં 82, ગાંધીનગરમાં 157, પાટણમાં 35, ભરૂચમાં 32, બનાસકાંઠામાં 83, પંચમહાલમાં 68 , અરવલ્લીમાં 77, મહેસાણામાં 73, કચ્છમાં 14, બોટાદમાં 56 કેસ નોંધાયા છે. 

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More