Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છી મુસ્લિમ કુંભારો દ્વારા બનાવવામાં આવતા માતાજીના ગરબા દર્શાવે છે કચ્છની કોમી એકતા, જાણો શું છે ટ્રેન્ડ?

કહેવાય છે કે ગરબો એટલે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે, 9 દિવસ માતા આધ્યશક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિ અનુભવાય છે, ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે.

કચ્છી મુસ્લિમ કુંભારો દ્વારા બનાવવામાં આવતા માતાજીના ગરબા દર્શાવે છે કચ્છની કોમી એકતા, જાણો શું છે ટ્રેન્ડ?

કચ્છ: નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કુંભાર ગરબા બનાવવાની સાથે સાથે દીવડાઓ પણ બનાવવામાં વ્યસ્ત થયા છે.કચ્છમાં મુસ્લિમ કુંભારો ગરબા બનાવે છે.નવરાત્રી આવતાંની સાથે કુંભારની સાથે પરિવારના તમામ સભ્યો ગરબા બનાવવામાં જોડાઈ જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વેરાયટીઓમાં ગરબા બનાવવામાં આવ્યા છે,જેમાં ખાસ કરીને નાના-નાના ગરબા, કલરવાળા ગરબાની સાથે સાથે વિવિધ ડિઝાઈનોના ગરબા બનાવવામાં આવ્યા છે

કહેવાય છે કે ગરબો એટલે જેના ગર્ભમાં સમગ્ર સંસાર વસે છે, 9 દિવસ માતા આધ્યશક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ શાંતિ અનુભવાય છે, ગરબામાં કરવામાં આવતા છીદ્રોથી સમગ્ર ઘર પ્રકાશિત થાય છે. વર્ષોથી આ માટીના ગરબા ચાકડા પર બનાવવામાં આવે છે, કુંભાર ચાકડો ચલાવી માટીને આકાર આપી ગરબા બનાવે છે તેમજ દર વર્ષે ગરબાની પેટર્નમાં કંઇક અનોખું કરવામાં આવે છે જેની માંગ પણ વધારે રહેતી હોય છે.

fallbacks

ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ જ કંઈક અનોખુ છે. પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સામેલ શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રિના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે બે માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે

માટીકામના કલાકારો તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોડિયા, ગરબા અને દિવેટીયાને અવનવા મનોહર આકારો આપવામાં મગ્ન બન્યા છે. ઉલ્લેખનીય છે કે,શહેરના કુંભારવાડામાં શ્રમિકો દ્વારા તૈયાર કરાતા આ ગરબાની સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. મોટા ભાગના શ્રધ્ધાળુ પરિવારો દ્વારા આગામી સપ્તાહમાં મંગલ મુર્હૂતે પવિત્ર ગરબાની ખરીદી કરશે. વરસાદ વિરામ લે તો માટીના અન્ય ગરબા તડકામાં પાકવા મુકાય તેની શ્રમિકો પ્રતિક્ષા કરી રહ્યા છે.

fallbacks

મહત્વની બાબત એ છે કે કચ્છમાં ગરબા બનાવતા તમામ કુંભારો મુસ્લીમ સમાજના છે અને તેઓ દર વર્ષે ભારે ઉત્સાહ અને મહેનતથી હિન્દુ ભાઈ બહેનો માટે ગરબા અને દીવડાઓ બનાવે છે જે કચ્છની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણકેન્દ્રોમાં ડિઝાઈનર ગરબાની પણ સારી એવી બોલબાલા જોવા મળી રહી છે. માટીના ગરબામાં એક એકથી ચડીયાતા રંગથી સુશોભિત કરી તેના પર અવનવા શોપીસ, કોડી,નાની મોટી ટીકીઓ, લટકણીયા અને ઘુઘરીઓ ટીંગાડવામાં આવે છે.

fallbacks

ચાલુ વર્ષે કટિંગવાળા નવા ગરબા કુંભાર દ્વારા બનાવાયા છે, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.માટીના અભાવે ગરબાના ભાવ આ વર્ષે 40 રૂપિયાથી 250 રૂપિયા સુધીમાં બજારમાં મળશે. હાલમાં સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ સારો પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે,ત્યારે ગરબા બનાવવા માટે માટી મળવી ખૂબ મુશ્કેલ બની છે, તથા ખનીજ વિભાગ દ્વારા માટી પણ ઉપાડવા દેવામાં આવતી નથી તે માટે કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને નવરાત્રી દરમિયાન માટી ઉપાડવા દેવામાં આવે તેવું ભુજના કુંભાર અબ્દ્રેમાન અલીમામદએ જણાવ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More