નવી દિલ્હીઃ Big Boss 16 Promo: દેશના સૌથી ચર્ચિત બિગ બોસની 16મી સીઝનનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમો વીડિયો સામે આવ્યા બાદ લોકોનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. કલર્સ ટીવીએ મંગળવારે બિગ બોસ 16નો પ્રોમો રિલીઝ કર્યો છે.
પ્રોમોમાં સલમાન ખાન તે વાત તરફ ઈશારો કરતો જોવા મળી રહ્યો છે કે આ સીઝનમાં નિયમ છે કે આ વખતે કોઈ નિયમ હશે નહીં. આ વીડિયોમાં સલમાન ખાન કહે છે, 15 વર્ષથી બિગ બોસ વધા જોઈ રહ્યાં છે. આ વખતે બિગ બોસમાં અમારી ગેમ દેખાડીશું. સવાર થશે પણ આકાશમાં ચાંદ દેખાશે. ગ્રેવેટી ઉડશે હવામાં અને ઘોડા ચાલશે સીધી ચાલ. પડછાયો પણ છોડશે સાથ, રમશે પોતાની રમત, કારણ કે આ વખતે બિગ બોસ ખુદ રમશે.
પ્રોમો સામે આવ્યા બાદ ફેન્સ ખુશ છે. ફેન્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું કે ઓ ગોડ બિગ બોસ આવશે, તો એકે લખ્યું- આ વખતે નો રૂલ્સ મતલબ શોમાં મારા-મારી જારી રહેશે.. નાઇસ. નોંધનીય છે કે પ્રોમોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ 15 વર્ષમાં બધાએ રમી પોત-પોતાની ગેમ, પરંતુ હવે વારો છે બિગ બોસને રમવાનો. જુઓ બિગ બોસ સીઝન 16 જલદી માત્ર કલર્સ પર.
આ પણ વાંચોઃ 'તારક મહેતા....'માં નવા કલાકારની ધમાકેદાર એન્ટ્રી, એક ઝલક જોઈને તમે પણ ઝૂમી ઉઠશો
બિગ બોસ 16નો પ્રોમો જોઈ તને સલમાન ખાનની પ્રશંસા તો કરશો પરંતુ વિચારમાં પડી જશો કે આ વખતે રિયાલિટી શોની થીમ શું હશે. પ્રોમોમાં દેખાડવામાં આવેલું ઘર રહસ્યમયી લાગી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બિગ બોસ 16નું ઘર અને નિયમ બધુ અલગ થવાનું છે. જે સલમાન ખાનના ડાયલોગથી સ્પષ્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે