Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ બન્યો

Bhuvo Death In Mataji Mandavao : મોરબીમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા, લોકોને એમ કે ઘુણી રહ્યા છે પણ મોત થતા માહોલ બદલાયો

હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : મોરબીમાં ધૂણતા ધૂણતા ભુવાજીનું મોત, ડરામણો માહોલ બન્યો
Updated: May 22, 2024, 07:31 PM IST

Live Heart Attack Death Captured In Camerat : હાર્ટએટેકથી મોતના કિસ્સા હવે લોકોને ચોંકાવી રહ્યાં છે. ત્યારે હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મોરબીના વાઘપર ગામે ચાલુ કાર્યક્રમમાં ઘુણતા ભુવાનું હાર્ટ અટેકથી મોત નિપજ્યુ છે. ધુણતા ધુણતા જ સ્ટેજ ઉપર ભુવાનું મોત નિપજ્યાનો વિડીયો વાયરલ થયો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવની વચ્ચે લાઈવ મોતનો ઘટનાનો વીડિયો ડરામણો છે.

હાલના સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ યુવાનોમાં હૃદયરોગના હુમલાથી મોતના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. ગુજરાતમાં હાર્ટએટેકથી મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે.  

વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટ

માંડવામાં ધૂણતા ભુવાનું મોત 
મોરબીના વાઘપર ગામે કાર્યક્રમમાં ધૂણતી વખતે હાર્ટ એટેકથી ભુવાનું મોત નિપજ્યું છે. ધાર્મિક કાર્યક્રમમાં ધૂણી રહેલા વૃદ્ધ પીઠાભાઈ મકવાણાનું મોતથી સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે આ લાઈવ મોતનો ડરામણો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ધૂણતી વખતે તેઓ કેવી રીતે ઢળી પડે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આમ, વધતા જતા હાર્ટ એટેકના બનાવો સમાજ માટે ચિંતાનો વિષય બન્યા છે. 

વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 

લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું

જીવનશૈલી મોતનું કારણ
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

ગુજરાતની ડ્રોન કંપનીને ઈઝરાયેલથી મળ્યો મોટો ઓર્ડર, ઘાતક ડ્રોન બનાવીને સપ્લાય કરાશે

હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ
હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ અમદાવાદમાં વધુ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં હાર્ટએટેકના કેસમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ ડો.મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, હાર્ટએટેક માટે લોકોની લાઈફ સ્ટાઇલ અને વધુ પડતું સ્ટ્રેસ મુખ્ય કારણ છે. હાલમાં હાર્ટએટેક કરતા હાર્ટ કેરેસના કેસ વધુ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક એટલે હાર્ટની ધમનીઓ કામ કરતી બંધ થઇ જવી, હાર્ટ કેરેસમાં એકાએક સંપૂર્ણ હાર્ટ કામ કરતુ બંધ થઇ જવું. પાછલા કેટલાક સમયમાં લોકો ગરબા રમતા કે ક્રિકેટ રમતા એકાએક હાર્ટ કેરેસનો શિકાર બન્યા છે. તેથી હૃદય સંબંધી સમસ્યાથી બચવાં સ્ટ્રેસ ટાળવો જોઈએ. કામની વચ્ચે બ્રેક લેવું જોઈએ.

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે