Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા - ડભોઇ - કેવડીયા રેલ માર્ગ નિર્માણ માટે 613628 ચો.મીટર જમીન સંપાદનની કામગીરી પૂર્ણ


જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે,જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણી નું બાકી કામ પંદર દિવસમા  પૂરું કરી દેવાની સૂચના આપી હતી.

 વડોદરા - ડભોઇ - કેવડીયા રેલ માર્ગ નિર્માણ માટે  613628 ચો.મીટર જમીન સંપાદનની કામગીરી પૂર્ણ

વડોદરાઃ નર્મદા જિલ્લાનું કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે. રાષ્ટ્રીય મહત્વના પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ ના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા - ડભોઇ - કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું.

જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોના સમયબદ્ધ અને ઝડપી સંપાદન દ્વારા ,તેને સાકાર કરવામાં ખૂબ મહેનત કરી રહ્યુ  છે. અને લોક ડાઉન વચ્ચે પણ આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 613628 ચો.મી.જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવેને સોંપી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ડભોઇ તાલુકાના કુલ 8 ગામોની જમીન મેળવવી જરૂરી હતી જેની કામગીરી  જિલ્લા વહિવટી તંત્રની સાથે ડભોઇના પ્રાંત અધિકારી અને તાલુકા ટીમે 14 દરખાસ્તો હેઠળ તબક્કાવાર પૂરી કરી હતી તેની સાથે વડોદરા જિલ્લાના ભાગે આવતી જમીન સંપાદનની નિર્ણાયક કામગીરી મહદઅંશે પૂરી થઈ છે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે વડોદરાથી ડભોઇ વચ્ચેના હાલના રેલ માર્ગનું ગેજ રૂપાંતરણ અને ડભોઇ થી કેવડીયા માટે નવો રેલ માર્ગ બિછાવવામાં આવી રહ્યો છે. 
    
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે,જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણી નું બાકી કામ પંદર દિવસમા  પૂરું કરી દેવાની સૂચના આપી હતી.

99.88% મેળવનાર ભવ્ય બોલ્યો, તૈયારી કરવા દિમાગને ફ્રેશ રાખ્યું, માત્ર અભ્યાસ પર ફોકસ ન કર્યું  

ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અગત્યના રેલ પરિવહન પ્રોજેક્ટ માટે જમીન આપનારા જમીન ધારકોને કુલ રૂ.31.91 કરોડની રકમ ચૂકવવામાં આવનાર છે.આ પૈકી રૂ.24.98 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.
  
 જમીન આપનારા લોકોને વાજબી વળતર સમયસર અને પારદર્શક રીતે મળે એની ખાત્રી માટે રાજ્ય સરકાર પાસે થી જમીન સંપાદન પુનઃ વસવાટ અને પુનર વસનમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ ની તમામ સંબંધિત કલમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવાની સાથે તમામ 14 દરખાસ્તો અને તેના હેઠળ જાહેર કરવાના એવોર્ડ સમયસર જાહેર કરી પ્રોજકટનો અમલ સરળ બનાવવામાં મુખ્યમંત્રી  તેમજ નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ખૂબ પરિશ્રમ ઉઠાવી યોગદાન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More