Home> Gujarat
Advertisement
Prev
Next

PGVCLની પ્રિમોન્સૂન કામગીરી મજાક બની, પહેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થયાની 7700થી વધુ ફરિયાદો 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના પગલે PGVCL માં વીજળી ગુલ થવા તેમજ વિજપોલ ધરાશાઈ થવાની ફરિયાદો ઢગલાબંધ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. માત્ર છુટા છવાયા વરસાદથી મેઘરાજાએ PGVCL તંત્રની પ્રિમોનસૂન કામગીરીને મજાક બનાવી દીધી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1158 ફરિયાદ, જ્યારે કે સૌરાષ્ટ્રભરમાં 7 હજાર 700 થી વધારે ફરિયાદ વીજળી ગુલ થયાની ફરિયાદ મળી છે. જો કે તંત્ર હજુ પણ સબ સલામતના જ બણગાં ફૂંકી રહ્યું છે.

PGVCLની પ્રિમોન્સૂન કામગીરી મજાક બની, પહેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થયાની 7700થી વધુ ફરિયાદો 

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના પગલે PGVCL માં વીજળી ગુલ થવા તેમજ વિજપોલ ધરાશાઈ થવાની ફરિયાદો ઢગલાબંધ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. માત્ર છુટા છવાયા વરસાદથી મેઘરાજાએ PGVCL તંત્રની પ્રિમોનસૂન કામગીરીને મજાક બનાવી દીધી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1158 ફરિયાદ, જ્યારે કે સૌરાષ્ટ્રભરમાં 7 હજાર 700 થી વધારે ફરિયાદ વીજળી ગુલ થયાની ફરિયાદ મળી છે. જો કે તંત્ર હજુ પણ સબ સલામતના જ બણગાં ફૂંકી રહ્યું છે.

ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત્યા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોરધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા પહેલા આ વખતે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થવા તેમજ વીજ પોલ ધરાશાહી થવાના સમાચારો સામે આવી રહ્યા છે. માત્ર શહેર જ નહિ, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આજ મુજબ વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જોકે આ સમયે લોકો હેલ્પલાઇન તેમજ કમ્પ્લેન નંબર પર સંપર્ક કરે તો એ પણ થઇ શકતો નથી. આ ઉપરાંત PGVCL ના પૂર્વ ડેપ્યુટી એન્જિનિયર સુરેશ બથવારએ જણાવ્યું હતું કે, 4.50 લાખના એક એવા 650 કરોડની કિંમતના RMU મશીન PGVCL દ્વારા મૂકવામાં આવ્યા છે. પરંતુ તે હાલમાં કાર્યરત નથી. જો આ કાર્યરત કરવામાં આવે તો વીજળી ગુલ થવાની સમસ્યાનું નિરાકરણ થઇ શકે તેમ છે. 

ધોરણ-10માં ગણિતમાં ફેલ થનાર મોરબીની વિદ્યાર્થીનીનો આપઘાત, રાજ્યમાં 39% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ

પ્રિમોન્સૂન કામગીરી લઇ શુ કહી રહ્યા છે PGVCL ના અધિકારીઓ..?

એક તરફ કોવિડ 19 ની મહામારી છે. બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં વવાઝોડાની અસર જોવા મળી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, તો ક્યાંક ખાલી પવન ફૂંકાવા અને વરસાદના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ PGVCL ના અધિકારી જે.જે.ગાંધીનું માનવું છે કે, આ વર્ષે વાવાઝોડાની અસર અને લોકડાઉન વચ્ચે પ્રિમોન્સૂન કામગીરી થોડી મોડી થઇ છે. જેના કારણે ચોમાસા ઋતુ શરૂ થાય એ પહેલાં વરસાદ અને પવન ફૂંકાતા વિજપોલ ધરાશાઈ અને વીજળી ગુલના બનાવો બન્યા છે. સાથે જ 15000 કિલોમીટર એરિયામાં વધારો થતાં એગ્રીકલ્ચર લેવલે આ વર્ષે 1 લાખ જેટલા નવા કનેક્શન આપવામાં આવ્યા છે. ડ્રાય વાતાવરણ થતાની સાથે જ પ્રિમોનસુન કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આવતા ચોમાસામાં લોકોને વીજ ગુલની ફરિયાદો જૂજ જ મળશે.

વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા 

છેલ્લા 24 કલાકમાં PGVCL ને મળેલ ફરિયાદની વાત કરીએ તો આ મુજબ છે.... 

  • રાજકોટ શહેરમાં વીજળી ગુલ થવાની 1158 ફરિયાદ મળી છે.
  • સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થવાની 7741 ફરિયાદ મળી છે.
  • સૌરાષ્ટ્રમાં વિજપોલ ધરાસાઇ થવાની 1516 ફરિયાદ મળી છે
  • સૌરાષ્ટ્રમાં 161 ટ્રાન્સફોર્મર બંધ થયા
  • 169 એગ્રિકલ્ચરના ફીડર બંધ થતાં 10 ગામડાંમાં થયું અંધારપટ

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં છુટોછવાયો અડધા થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં ક્યાંકને ક્યાંક PGVCL ની પ્રિમોન્સૂન કામગીરી સામે શંકા ઉદભવી રહી છે. કંટ્રોલ રૂમ ખાતે આ સાથે ઢગલા બંધ ફરિયાદો થતા તંત્ર હવે વૉટસએપ પર ફરિયાદ નોંધાવવા લોકોને આહવાન કરી રહ્યું છે. જેના માટે 9512019122 નંબર જાહેર કર્યો છે અને તેમાં ત્વરિત ફરિયાદની સમસ્યા હલ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે. હવે જોવાનુ એ રહેશે કે, ચોમાસાની ઋતુમાં પણ લોકોએ વીજળી ગુલ થવાની સમસ્યાથી ટેવાઇ જવું પડશે કે પછી તંત્ર હાસ્યરૂપ બનેલી પોતાની પ્રિમોન્સૂન કામગીરીને સાચી સાબિત કરી બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More