Home> Gujarat
Advertisement
Prev
Next

મૃત જ્વાળામુખી એવા કચ્છના ધીણોધર ડુંગર પર વરસાદ બાદ પ્રકૃતિ ખીલી! આહલાદક દૃશ્યો સર્જાયા

ધીણોધર ડુંગર કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલો છે.આ ડુંગર નખત્રાણા તાલુકાના અરલ ગામની બાજુમાં આવેલો મૃત જવાળામૂખી છે. ધીણોધર ડુંગરની ઉપર સિદ્ધયોગી ધોરમનાથજીનાં પગલાં છે જેની દેરી બનાવવામાં આવી છે.

મૃત જ્વાળામુખી એવા કચ્છના ધીણોધર ડુંગર પર વરસાદ બાદ પ્રકૃતિ ખીલી! આહલાદક દૃશ્યો સર્જાયા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલ ધીણોધર ડુંગર તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. આ ડુંગર પર ચડવા માટે 1000 જેટલા પગથિયાં છે. કહેવાય છે કે સદીઓ પહેલા નાથયોગી ધોરમનાથજીએ સૌ વખત આ ડુંગર પર તપ કર્યું હતું અને પછી તળેટીમાં ધૂણો પ્રગટાવ્યો હતો.ઉપરાંત ધીણોધર તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. પ્રખ્યાત ધીણોધર ડુંગરની આજુબાજુ ગીચ વનરાજી ઊભી થઈ છે અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય સર્જાયું છે.

ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે! અંબાલાલની ભયાનક આગાહી

જાણે ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો
ધીણોધર ડુંગર કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલો છે.આ ડુંગર નખત્રાણા તાલુકાના અરલ ગામની બાજુમાં આવેલો મૃત જવાળામૂખી છે. ધીણોધર ડુંગરની ઉપર સિદ્ધયોગી ધોરમનાથજીનાં પગલાં છે જેની દેરી બનાવવામાં આવી છે તો સાથે જ ત્યાં ધૂણો પણ છે. ધીણોધર ડુંગર પર દાદાનું પ્રાચીન મંદિર, અખંડ જ્યોત, ધૂણો અને ધોરમસ્તંભ પણ આવેલાં છે. હાલ વરસાદ બાદ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જાણે ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે.

fallbacks

પ્રવાસી તરીકે આ ડુંગરની મુલાકાત લેનાર અભિષેક ગુસાઇએ Zee media સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,વરસાદ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહાર ફરવા નીકળી રહ્યા છે.આવા વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે ફરવાની અલગ જ મજા હોય છે ત્યારે ગત રવિવારે હું મારા મિત્રો સાથે આ ધીણોધર ડુંગરની મુલાકાતે ગયો હતો ત્યારે ત્યાં ગયા પછી નીચેથી અને ઉપરથી મારા ડ્રોન મારફતે જે વિડિયો લીધા અને અદભૂત નજારો જોવા મળ્યો જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા નજારાઓ જોવા મળ્યા હતા. વરસાદ આવ્યા બાદ કચ્છનું મહત્વ પણ વધી જાય છે કારણકે કચ્છમાં સમાન્ય રીતે વરસાદ ઓછો થાય છે જ્યારે આ વખતે 100 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે.

ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ

વરસાદ બાદ આજુબાજુના ડુંગર જેવા સ્થળોએ લોકો ફરવા જતા હોય છે ત્યારે હાલમાં આ વરસાદી સીઝનમાં વાતવરણ સારું હોય છે એટલે પરિવાર સાથે ફરવાની મજા આવે છે પણ સાથે સાથે પોતાની સુરક્ષા માટે પણ આપણે ધ્યાન રાખવી જોઈએ વધુ પાણી ભરેલું હોય ત્યાં ન જવું, મોટા મોટા પથ્થરો છે તો નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ,જંગલી પ્રાણીઓ પણ હોય છે તો રાત પહેલા ત્યાંથી સમયસર નીકળી જવું જોઈએ.આવા વાતાવરણમાં જરૂરથી પ્રકૃતિનો નજારો માણવો જોઈએ. 

યમુનાના પાણીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો, પૂરનું જોખમ વધ્યું, કેજરીવાલે બોલાવી બેઠક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More