amitabh bachchan was scolded by director : અમિતાભ બચ્ચન આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝનું એ નામ છે. જેની કલ્પના કોઇ એક્ટર લગભગ કરી ન શકે. KBC દરમિયાન એક મહિલાએ બીગ બીના હોઠની તારીફ કરી હતી. પરંતુ એ જ હોઠના લીધે અમિતાભ બચ્ચનને એક વખત ફિલ્મ ડિરેક્ટરે બધા વચ્ચે ગુસ્સો કર્યો હતો.
અમે વાત કરી રહ્યા છીએ આનંદ ફિલ્મના શૂટિંગની... ફિલ્મના નિર્દેશક ઋષિકેશ મુખર્જીએ અધવચ્ચે જ ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધુ હતું. એટલું જ નહીં બધા વચ્ચે બીગ બી પર ગુસ્સો ઠાલવ્યો હતો. કારણ કે, બીગ બીના હોઠનો રંગ ગુલાબી હતો. મુખર્જી સાહેબ એ માનવા તૈયાર જ નહોતા કે, બીગ બીના હોઠનો રંગ નેચરલ રીતે ગુલાબી છે.
રાજકોટ : ધોરણ-10નો વિદ્યાર્થી ધોરણ-12 ની વિદ્યાર્થીનીને ભગાડી ગયો, હોટલ પહોંચતા જ...
બિગ બીએ ઘણી વખત કહ્યું કે, તેઓએ લિપસ્ટિકનો ઉપોયગ નથી કર્યો. પરંતુ ઋષિકેશ મુખર્જી માન્યા નહીં. આખરે મેકઅપ મેને પુષ્ટિ કરી કે, બીગ બીના હોઠનો રંગ નેચરલી જ ગુલાબી જ છે. છેલ્લે નિર્દેશકે આ વાત માની. ત્યારબાદ મેકઅપની મદદથી બીગ બીના હોઠનો રંગ બ્રાઉન કરવામાં આવ્યો એટલે આખી ફિલ્મ દરમિયાન બીગ બીના હોઠ બ્રાઉન કરવા માટે મેકઅપ લગાવવામાં આવતો હતો.
ચોમાસામાં આબુ ફરવા જાવ તો સાચવજો, પાલનપુરમાં ગુજરાતીઓને આડે આવશે આ મોટું સંકટ
માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે