Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપની ચિંતન શિબિરમાં જીતુ વાઘાણી ગુસ્સે ભરાયા અને થઇ ગયા રવાના

 ભાજપના જ આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે અને સ્થાનિક સ્તર પર ભારે નારાજગી રહી છે અને સંકલનનો પણ અભાવ છે. 

ભાજપની ચિંતન શિબિરમાં જીતુ વાઘાણી ગુસ્સે ભરાયા અને થઇ ગયા રવાના

કિંજલ મિશ્રા / અમદાવાદ: પ્રદેશ કાર્યાલય ખાતે અમિત શાહ દિવ દમણ અને દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારના ભાજપના આગેવાનો અને ગુજરાત લોકસભા સમિતિના સભ્યો સાથે મુલાકાત કરીને ચૂંટણીનું માર્ગદર્શન આપ્યું હતું. સૂત્રોની જો વાત માનીએ તો દાદરા નગર હવેલીની રાજકીય સ્થિતિ ખાડે ગઈ હોવાની રજુઆત અમિત શાહ સમક્ષ સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લીધા અને બાદમાં સત્તા સોંપવામાં આવી હતી જેને લઈને ભાજપના જ આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે અને સ્થાનિક સ્તર પર ભારે નારાજગી રહી છે અને સંકલનનો પણ અભાવ છે.

ગુજરાત કોંગ્રેસમાં ભડકો, રાજ્યગુરૂના રાજીનામા બાદ પ્રદેશ કાર્યાલયમાં હંગામો 

સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નહીં હોવાના કારણે જ થોડા સમય અગાઉ જિલ્લા પંચાયત પર કોંગ્રેસે કબજો કરી લીધો છે તો ભાજપ અને સ્થાનિક સંઘના નેતાઓ પણ નારાજ ચાલી રહ્યા છે. આવા સમયે અમિત શાહે સંગઠન મજબૂત કરવા સૂચન કર્યું અને ખુદ ત્યાં મુલાકાત કરી સંગઠન જે પ્રમાણે પટરી પરથી ઉતરી ગઈ છે તેને પાટે ચડાવવા પ્રયાસ કરશે.

ભાજપમાં લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તો કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ

તો લોકસભા સમિતિની સાથે પણ મુલાકાત કરી છે તો કેટલાક કોંગ્રેસના સભ્યો કે જે ભાજપમાં જોડાયા હતા. આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ગુસ્સે થઈ ગયા હોવાની ઘટના બની હતી. વિસનગર તાલુકા પંચાયત 1 મતથી ભાજપે ગુમાવી એ સમયે 6 સભ્યોને ભાજપમાં લાવવા પ્રયાસ થયા હતા. પરંતુ 5 સભ્યો જ ભાજપમાં આવ્યા અને એક મતથી ભાજપે તાલુકા પંચાયત ગુમાવી હતી તો આ 5 સભ્યોને ભાજપના ખેસ પહેરાવવાના હતા. આ સમયે કોઈ કારણોસર જીતુ વાઘાણી ગુસ્સે થઈ ગયા હતા અને ગુસ્સો મહામંત્રી કે સી પટેલ પર ઠાલવ્યો હતો. અને બાદમાં વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલની હાજરીમાં ખેસ પહેરાવી દીધા હતા અને તુરત જ રવાના થઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More