Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન બન્યો 'મુન્ની', મિનિટોમાં જ Video થયો વાઇરલ

હાલમાં સલમાન ખાન વર્લ્ડ ટૂર પર છે

સલમાન બન્યો 'મુન્ની', મિનિટોમાં જ Video થયો વાઇરલ

નવી દિલ્હી : હાલમાં સલમાન કાન ફિલ્મોથી માંડીને ટીવી સુધીના અનેક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં સલમાન ખાન પોતાના આખા ગ્રૂપ સાથે વર્લ્ડ ટૂર કરી રહ્યો છે. તેની આ ટૂરમાં તેની સાથે કેટરિના કૈફ, જેકલિન ફર્નાન્ડિસ, સોનાક્ષી સિંહા અને ડેઇઝી શાહ છે. હાલમાં જ સલમાન પોતાની આખી ટીમને લઈને યુએસમાં મેગા ઇવેન્ટનો હિસ્સો બનવા પહોંચ્યો. અહીં દર્શકોને 'ભાઇજાન'નો ખાસ અંદાજ બહુ પસંદ પડ્યો હતો. પોતાના ચાહકોને જોઈને સલમાન પણ મસ્તીના મૂડમાં આવી ગયો હતો. 

ફિલ્મ 'દબંગ'ના ગીત 'મુન્ની બદનામ હુઇ' પર જેવા સલમાને ઠુમકા લગાવ્યા કે ચાહકોએ ભારે ધમાલ મચાવી દીધી હતી. સોશિયલ મીડિયા પર સલમાનનો આ ડાન્સ બહુ વાઇરલ થઈ રહ્યો છે. 'દબંગ'ના આ ગીત પર સલમાનની ભૂતપૂર્વ ભાભી મલાઇકા અરોરા ખાને ડાન્સ કર્યો હતો. 

સલમાનની આ વર્લ્ડ ટૂર પર તેની સાથે ટોપની હિરોઇનો સિવાય પ્રભુ દેવા, પંજાબી સિંગર ગુરુ રંધાવા અને મનીષ પૌલ પણ છે. આ ટૂર 22 જૂનથી અમેરિકા અને કેનેડાથી શરૂ થઈ છે.   હાલમાં સલમાન 'રેસ 3'ની સફળતાને માણી રહ્યો છે અને તે બહુ જલ્દી ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની 'ભારત'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપડા અને દિશા પટણી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More