Home> Gujarat
Advertisement
Prev
Next

Jamnagar: ગુરૂવારથી કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે ઓફલાઇન શિક્ષણ કાર્ય, શાળા સંચાલકોએ પૂરી કરી તૈયારી

વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ થર્મલ ગનથી તપાસ કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
 

Jamnagar: ગુરૂવારથી કોરોના પ્રોટોકોલ સાથે શરૂ થશે ઓફલાઇન શિક્ષણ કાર્ય, શાળા સંચાલકોએ પૂરી કરી તૈયારી

મુસ્તાક દલ, જામનગરઃ રાજ્યભરની સાથે જામનગરમાં પણ આવતીકાલથી ધોરણ 12ના શૈક્ષણિક વર્ગો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય છેલ્લા ઘણા સમય બાદ ફરીથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે કોરોના મહામારીની યાદ વચ્ચે આવતીકાલથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા શાળા અને કોલેજ સંચાલકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

જામનગરમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય ઓફલાઇન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જામનગરની ખાનગી શાળાઓ અને કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને કોરોનામાં તમામ તકેદારી સાથે અભ્યાસ આપી શકે તે માટેની તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ હવે ભરતસિંહના પત્નીએ કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતા પર રેશમા પટેલે લગાવ્યા ગંભીર આરોપ

જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમય બાદ ફરીથી જ્યારે શિક્ષણ કાર્ય હવે ઓફલાઈન શરૂ થઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકારની કોરોના SOPની તમામ ગાઈડલાઈન અને એક ક્લાસમાં 50 % વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે અભ્યાસ શરૂ કરવામાં આવશે.

જામનગરમાં પણ આવતીકાલથી અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે શાળામાં સંપૂર્ણપણે સેનિટાઇઝ કરવામાં આવ્યું છે અને આવતીકાલે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે ત્યારે તેમને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ થર્મલ ગનથી તપાસ કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જોકે હાલ ધોરણ 12 ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તમામ વર્ગો શરૂ કરવામાં આવે તેવી પણ ક્યાંકને ક્યાંક આશા શિક્ષણ વિભાગ દ્વારા શાળા સંચાલકો કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી

જોકે સતત ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ હવે આવતીકાલે ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અભ્યાસ બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘણા સમય બાદ શાળામાં અભ્યાસ કરવો તેમ જ પોતાના મિત્રોને મળવું અને શિક્ષકો સાથે વાતચીત કરવી તેમજ અભ્યાસક્રમમાં ઓફલાઈનની રુચિ સાથે શિક્ષણ શરૂ કરવુ, તે તમામ બાબતોને લઈને વિધાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More