Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં આખી ગાડી ડુબી જાય તેટલું પાણી ભરાયું, તમામ શાળા-કોલેજો બંધ

શહેરમાં રવિવારના દિવસે જ મેઘરાજા મનમુકીને વરસી પડ્યાં હતા. પુર્વ હોય કે પશ્ચિમ શ્રીકાર વર્ષા થઇ હતી. 2 થી લઇને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પુર્વમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવા લાગ્યા હતા. જોતજોતામાં સામાન્ય પાણી ભરાવાથી માંડીને ઢીંચણ સુધી અને અમદાવાદમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં તો છાતીસમા પાણી ભરાયા હતા. હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું. હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.

અમદાવાદમાં આખી ગાડી ડુબી જાય તેટલું પાણી ભરાયું, તમામ શાળા-કોલેજો બંધ

અમદાવાદ : શહેરમાં રવિવારના દિવસે જ મેઘરાજા મનમુકીને વરસી પડ્યાં હતા. પુર્વ હોય કે પશ્ચિમ શ્રીકાર વર્ષા થઇ હતી. 2 થી લઇને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પુર્વમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવા લાગ્યા હતા. જોતજોતામાં સામાન્ય પાણી ભરાવાથી માંડીને ઢીંચણ સુધી અને અમદાવાદમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં તો છાતીસમા પાણી ભરાયા હતા. હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું. હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.

અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા અને બોડકદેવમાં 8-8 ઈંચ વરસાદ, મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદ, બોપલ અને ગોતામાં 6-6 ઈંચ, સરખેજમાં 5 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણિનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર
રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી થઇ હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મીઠાખળી, મકરબા, પરિમલ, વેજલપુર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. 

વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23, 24 નંબરના ગેટ ખોલાયા હતા. સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, ઉસ્માનપુરામાં પાણી પાણીની સ્થિતિ હતી. આનંદનગર, સેટેલાઈટ, વેજલપુર, શિવરંજનીમાં પાણી ભરાયું હતું. અમરાઈવાડી, હાટકેશ્વર, અનુપમમાં ભરાયાં પાણી ભરાયું હતું. રખિયાલ, ગોમતીપુર, સુખરામનગરમાં પાણી ભરાયા હતા. મણિનગર, સીટીએમ, ઈસનપુર, જશોદાનગરમાં પાણી ભરાયા હતા. 

અમદાવાદમાં ભારે વરસાદને પગલે AMCનો મોટો નિર્ણય લીધો હતો. આવતી કાલે AMC સંચાલિત તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોત. આ ઉપરાંત ખાનગી શાળાઓ પણ લગભગ બંધ રહે તેવી શક્યતા છે. અમદાવાદનો કોઇ પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયું હોય. સામાન્ય રીતે ટાયર ડુબે એટલું પાણી ભરાતું હોય છે જો કે અમદાવાદમાં આખી ગાડી ડુબી જાય એટલું પાણી ભરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More