Home> Entertainment
Advertisement
Prev
Next

જો કુછ કુછ હોતા ફિલ્મની રિમેક બને, તો કોણ હોઈ શકે સ્ટારકાસ્ટ

મહત્વનું છે કે વર્ષ 1998માં કુછ કુછ હોતા હૈના ડાયરેક્ટર તરીકે કરણ જોહરે કરિયરની શરૂઆત કરી હતી. હિટ ફિલ્મમાં શાહરૂખ ખાન સામેલ હતા. જેઓએ કૉલેજ સ્ટૂડન્ટ રાહુલની ભૂમિકા ભજવી હતી. તેમજ કાજોલ તેમની સૌથી સારી મિત્રના રૂપમાં હતી જેનું નામ અંજલી હતું.

જો કુછ કુછ હોતા ફિલ્મની રિમેક બને, તો કોણ હોઈ શકે સ્ટારકાસ્ટ

Koffee With Karan Season 7: કરણ જોહરનો શો કોફી વીથ કરણ સીઝન 7નું પ્રીમિયર 7 જુલાઈના રોજ રીલિઝ થયું. શોના પ્રથમ એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ આવ્યા હતા. સેલેબ્રિટી ચેટ શોના પ્રથમ એપિસોડમાં બંને મહેમાનોએ ખુબ મસ્તી કરી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કરણ જોહરને સવાલ પુછવામાં આવ્યો કે અગર તેમની ફિલ્મ કુછ કુછ હોતા હૈનું રિમેક થાય તો તે શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ભૂમિકામાં કયા સ્ટાર્સને કાસ્ટ કરશે.

મહત્વનું છે કે વર્ષ 1998માં કુછ કુછ હોતા હૈના ડાયરેક્ટર તરીકે કરણ જોહરે કરિયરની શરૂઆત કરી હતી. હિટ ફિલ્મમાં શાહરૂખ ખાન સામેલ હતા. જેઓએ કૉલેજ સ્ટૂડન્ટ રાહુલની ભૂમિકા ભજવી હતી. તેમજ કાજોલ તેમની સૌથી સારી મિત્રના રૂપમાં હતી જેનું નામ અંજલી હતું. અને રાની મુખર્જીનું નામ ટીના હતું. કુછ કુછ હોતા હૈને ફિલ્મફેયર અવોર્ડ્સ 1999નો સર્વશ્રષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના એવોર્ડ મળ્યા હતા.

બાબા નિરાલાની પમ્મીએ બ્રા લેસ થઈને પહેર્યો બોલ્ડ ડ્રેસ. ફોટોસ જોઈને છુટી જશે પરસેવો

કરણ જોહરને જ્યારે પુછવામાં આવ્યું કે આ ફિલ્મનું જ્યારે રિમેક થાય તો શું હશે સ્ટારકાસ્ટ તો તેઓએ જવાબ આપ્યો રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાન્હવી કપૂર. આલિયા કાજોલની ભૂમિકા ભજવશે. જાન્હવી રાની મુખર્જી અને રણવીર શાહરૂખની. આલિયા અને રણવીર 2023માં કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાનીની પ્રેમ કહાનીમાં સાથે જોવા મળશે. બંનેને આ પહેલા પ્રથમ વખત 2019માં ફિલ્મ ગલી બોયમાં સાથે જોવા મળ્યા હતા. જાન્હવીએ કરિયરની શરૂઆત 2018માં રોમેન્ટિક ફિલ્મ ધડકથી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More