Home> Gujarat
Advertisement
Prev
Next

ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. ગુજરાતનો કોઈ જિલ્લો ભાગ્યે જ કોરો મળશે. ત્યારે ગીર પૂર્વના દેવા ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી પડ્યો છે. ગીરના આ વિસ્તારનો વરસાદ ગીરગઢડા ઉના અને તાલાલાને પણ લાગુ પડે છે. જેથી ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. આમ, સમગ્ર ગીર-સોમનાથ જિલ્લો હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યો છે. 

ગીર-ગઢડા : દ્વોણેશ્વર અને મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

રજની કોટેચા/ગીર સોમનાથ :ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. ગુજરાતનો કોઈ જિલ્લો ભાગ્યે જ કોરો મળશે. ત્યારે ગીર પૂર્વના દેવા ડુંગર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 3 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી પડ્યો છે. ગીરના આ વિસ્તારનો વરસાદ ગીરગઢડા ઉના અને તાલાલાને પણ લાગુ પડે છે. જેથી ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. આમ, સમગ્ર ગીર-સોમનાથ જિલ્લો હાલ ભારે વરસાદનો સામનો કરી રહ્યો છે. 

બીમાર નવજાતની મદદે દોડી આવ્યા હિંમતનગરના પીએસઆઈ, માતાપિતા હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા

ગીર ઉપરવાસમાં મેધ મહેર થવાથી તમામ ડેમો ઓવલ ફ્લો થયા છે, તો સાથે જ નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. ગત રાતના રોજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉના ગીરગઢડા તેમજ દીવની જીવાદોરી ગણાતા 3 ડેમ ઓવરફ્લો થયા છે. 

દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા સામે કાંઠે આવેલ ઈટવાયા ફાટસર ખીલાવડ સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. વાત રાવલ ડેમની તો, રાવલ ડેમ ઓવરફ્લો થતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાવલ ડેમના 6 દરવાજા 5 ફુટ જેટલા ખોલાયા છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10થી 12 ગામોને એલર્ટ કરાયા છે. રાવલ ડેમમાં 34,164 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 

અમરેલીઃ ખાંભાની ઘાતરવડી નદીમાં આવ્યું પૂર, પાર્ક કરેલી કાર નદીના વ્હેણમાં તણાઈ

આ ઉપરાંત મછુન્દ્રી ડેમ પણ ઓવરફ્લો થયો છે. હાલ મછુન્દ્રી ડેમ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે. મછુન્દ્રી ડેમના નીચાણવાસમાં આવેલા 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે ઉનાની રાવલ નદી અને મછુન્દ્રી નદી ગાંડીતુર થઈને વહી રહી છે. ઊનાના દેલવાડા સીમર સૈયદરાજપરા જેવા બંદર કાઠાના ગામોને જોડતો દેલવાડા કોઝવે પણ પાણીમાં પૂરી રીતે ગરક થયો છે. ઠેર ઠેર પાણીને પગલે તંત્ર સાબદુ થયું છે. લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. તેમજ પાણીના ધસમસતા પ્રવાહથી દુર રહેવા પણ જણાવ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More