Home> Entertainment
Advertisement
Prev
Next

OMG ! જ્યારે કાર્તિક આર્યને પોતાની હિરોઇન પર ઉઠાવી દીધો હાથ

હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકોના દિલ તુટી શકે છે

OMG ! જ્યારે કાર્તિક આર્યને પોતાની હિરોઇન પર ઉઠાવી દીધો હાથ

નવી દિલ્હી : હાલમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. તેનો ચોકલેટી અંદાજ ચાહકોને બહુ પસંદ પડે છે. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ચાહકોના દિલ તુટી શકે છે. આ વીડિયોમાં તે પોતાની એક્ટ્રેસ પર હાથ ઉપાડતો જોવા મળી રહ્યો છે. 

આ વીડિયોમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) અને અનન્યા પાંડે (Ananya Panday) એકબીજાનાી કંપનીમાં જોવા મળી રહ્યા છે. વાત કરતા કરતા એકાએક કાર્તિક ગુસ્સો કરીને અનન્યા પર હાથ ઉપાડતો જોવા મળે છે. જોકે તેણે આ હરકત મજાકમજાકમાં કરી હોવાનું સ્પષ્ટ ખબર પડે છે. 

નોંધનીય છે કે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ફિલ્મમેકર બી. આર. ચોપડાની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ની રિમેકમાં કામ કરી રહ્યા છે. ઓરિજિનલ ફિલ્મમાં સંજીવકુમાર લીડ રોલમાં હતા અને તેની પત્નીના રોલમાં વિદ્યા સિંહા તેમજ સેક્રેટરીના રોલમાં રંજીતા કૌર હતી. આ ફિલ્મમાં એકસ્ટ્રા મેરિટલ અફેરને કોમિક અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સંજીવકુમાર અને વિદ્યા સિંહા પતિ અને પત્નીના રોલમાં હતા. જોકે તે સેક્રેટરી રંજીતા કૌરના પ્રેમમાં પડીને હાસ્યાસ્પદ હરકતો કરે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More