Home> Gujarat
Advertisement
Prev
Next

એક નહિ, ચાર સમુદ્રી તોફાનો ગુજરાતનો વરસાદ ખેંચીને લઈ ગયા, ભયાનક આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી.....વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટા છવાયા વરસાદની આગાહી....સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા....અમદાવાદ-ગાંધીનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી....માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના....
 

એક નહિ, ચાર સમુદ્રી તોફાનો ગુજરાતનો વરસાદ ખેંચીને લઈ ગયા, ભયાનક આગાહી

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. છૂટછવાયા સામાન્ય ઝાપટા સિવાય રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. ત્યારે સૌને એ સવાલ થઈ રહ્યો છે કે આખરે ગુજરાતનો વરસાદ ક્યાં ગાયબ થઈ ગયો, ત્યારે આ રહ્યા તેના કારણો. 

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથીવરસાદ ગાયબ છે. જુલાઈમાં વરાસદ ધોધમાર વરસી પડ્યો હતો, પરંતું હવે ઓગસ્ટ આવતા જ વરસાદ ગાયબ થઈ ગયો છે. આનું કારણ છે અલ નીનો. અલ નીનો સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદે બ્રેક લીધો છે. અલ નીનો 31 જુલાઈથી ટોચ પર છે અને તે ચોમાસાના અંત સુધી રહેશે. 6 ઓગસ્ટથી શરૂ થયેલી વરસાદી વિરામ બે સપ્તાહ રહેશે. 20 ઓગસ્ટ પછી ચોમાસું ફરી સક્રિય થશે. પરંતુ ગુજરાતમાંથી વરસાદ જવાના ચોક્કસ કારણો છે. માત્ર ગુજરાતમાંથી જ નહિ, દેશના અનેક રાજ્યોમાંથી આ રીતે વરસાદ ગાયબ થઈ ગયો છે. 

ગુજરાતીઓ બચીને રહેજો, 3 વર્ષમાં 7.93 લાખ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

પ્રથમ કારણ
જુનના મધ્યથી ચોમાસું ગુજરાતમાં સક્રિય છે. પરંતું આઈઓડી અને એમજોઓને કારણે અલનીનો બિનઅસરકારક રહે છે. તે હવે સક્રિય છે

બીજું કારણ
જ્યારે તે પોઝિટિવ હોય છે ત્યારે દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે, તે હવે ઓછુ સક્રિય છે.

ત્રીજું કારણ
વાદળોનો મોટો સમૂહ જે ભૂમધ્ય સમુદ્ર પર પશ્ચિમથી પૂર્વ તરફ ખસે છે, અને જુલાઈના મધ્યમાં બે અઠવાડિયા સુધી ચોમાસાને મદદ કરી. 

કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના

તોફાનોને કારણે વરસાદ ગાયબ થયો
હવામાન એક્સપર્ટસના મતે, ચોમાસામાં પેસિફિક સાગરમાંથી આવતા પવન ગુજરાતમાં વરસાદ લાવે છે. આ પવનો એક અઠવાડિયાથી આવતા બંધ થયા છે. કારણ કે, આ વખતે પેસિફિક સમુદ્રમાં ચાર સમુદ્રી તોફાનો ઉઠ્યા હતા. તેના કારણે વાદળોમાંથી તમામ ભેજ ખેંચાઈ ગયો છે. હાલ માત્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે, દેશના બાકીના ભાગ એકદમ કોરા છે. 

ગુજરાતીઓ બચીને રહેજો, 3 વર્ષમાં 7.93 લાખ લોકોને કરડ્યાં રખડતા શ્વાન

ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ હવામાનની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાને લઈને આવતીકાલથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી ઊંચા મોજા પણ ઉછળી શકે છે. એટલે લોકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે.સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતના શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. 

સુણદા ગામમાં કોઇના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, એકસાથે 6 લોકોની અર્થી ઉઠી, ડ્રાઈવરની એક ભૂલ કેટલાયના જીવ લઈ ગઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More