Home> Gujarat
Advertisement
Prev
Next

Happy Birthday Ahmedabad: ક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...

Happy Birthday Amdavad: અમદાવાદ શહેરનો આજે જન્મ દિવસ. આજે અમદાવાદનો 612મો સ્થાપના દિવસ. 26 ફેબ્રુઆરી 1411ના રોજ અહેમદશાહે સાબરમતી નદીના કિનારે આ શહેર વસાવ્યું હતું. બદલાતા સમય સાથે શહેરની સાતિર પણ બદલાઈ...એક કવિતાના સ્વરૂપમાં જાણો મારા અમદાવાદની વાત....

Happy Birthday Ahmedabad: ક્યાંક સપનાનો મહેલ તો ક્યાંક આખી જિંદગીનું ભાડું અમદાવાદ...મારું અમદાવાદ...

ભદ્રેશકુમાર મિસ્ત્રીઃ ઈ.સ.1411ની 26મી ફેબ્રુઆરીએ અહમદશાહ બાદશાહે હાલના એલીસબ્રીજ પાસે માણેક બુરાજની ખાંભી લગાવીને સાબરમતીના તટે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યીઓ અને નદીકાંઠે એક નગર વસાવ્યું. જેને અહમદાબાદ નામ આપવામાં આવ્યું. જે બાદમાં અપભ્રંશ થઈને અમદાવાદના નામે ઓળખાયું.

 

 

મારું અમદાવાદ....
ક્યાંક ગાંધી આશ્રમ તો ક્યાંક સીદીસૈયદની જાળીવાળું અમદાવાદ...
ક્યાંક ભદ્રનો કિલ્લો તો ક્યાંક સરખેજ રોઝાવાળું અમદાવાદ...
ઐતિહાસિક શહેર અને ઈતિહાસની ઝાંખીવાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

કયાંક એરપોર્ટ, રેલવે સ્ટેશન તો કયાંક એ.એમ.ટી.એસ.વાળું અમદાવાદ...
ક્યારેક રીક્ષાવાળું તો કયારેક બી.આર.ટી.એસ.વાળું અમદાવાદ....  
ક્યારેક લક્કડીયોપુલ તો ક્યારેક રીવરફ્રન્ટવાળું રૂપાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

ક્યારેક અટલબ્રિજ તો ક્યારેક કાંકરિયા લેકવાળું અમદાવાદ
મેટ્રો રેલ અને દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમવાળું અમદાવાદ
મેગાસિટીના નામવાળું રૂપાળું અમદાવાદ
મારું અમદાવાદ...

ક્યાંક કોલ્ડકોકો તો ક્યાંક ચાની કીટલી અને મસ્કાબનવાળું અમદાવાદ
ક્યાંક ભજીયા-ગાંઠીયા અને ચોળાફળી તો કયાંક પફ, પીજા અને પકોડીવાળું અમદાવાદ....
મારું અમદાવાદ

કયારેક કાળી રાતે ધોળું તો કયારેક ધોળે દિવસે કાળું અમદાવાદ....
કયારેક લઠ્ઠાકાંડ તો કયારેક બોમ્બ બ્લાસ્ટવાળું અમદાવાદ....
આમ કયારેક અંધકાર તો કયારેક અજવાળું અમદાવાદ.....
મારું અમદાવાદ.....

કયારેક દિવાળી તો કયારેક ઈદવાળું અમદાવાદ....
થોડા હિંદુભાઈઓ ને થોડા મુસ્લિમ બિરાદરોવાળું અમદાવાદ....
આમ તારું આમ મારું પણ છતાંય સહુનું સહિયારું અમદાવાદ.....
મારું અમદાવાદ....

કયારેક સાવ નાદાન તો કયારેક બહુ બુધ્ધિવાળું અમદાવાદ....
કયારેક સાવ કદરૂપું તો કયારેક દુલ્હન કરતાંય રૂપાળું અમદાવાદ...
કયારેક જાકળબિંદુ અને મૃગજાળ જેવું તો કયારેક પારદર્શક કાંચવાળું અમદાવાદ....
મારું અમદાવાદ....

કયારેક કાંકરિયા કાર્નિવલ અને કયારેક વાઈબ્રન્ટ મહોત્સવવાળું અમદાવાદ....
ક્યાંક ગ્લોબલ સમિટ તો ક્યાંક નવરાત્રીવાળું અમદાવાદ...
ગુજરાતના નામનું મથાળું અમદાવાદ...
મારું અમદાવાદ...

કોઈની આફિસનું અડ્રેસ તો કોઈના ઘરનું સરનામુ અમદાવાદ...
ક્યાંક સપનાનો મહેલ તો કયાંક આખી જિંદગીનું ભાડું આમદાવાદ....
મારું અમદાવાદ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More