Home> Entertainment
Advertisement
Prev
Next

Rani Mukherjiની આગામી ફિલ્મ કોલકત્તાના આ દંપતિના જીવન પર છે આધારિત, રુંવાડા ઊભા કરી દે તેવી છે real story

Mrs Chatterjee vs Norway: થોડા વર્ષો પહેલાં નોર્વેમાં હકીકતમાં આવી ઘટના બની હતી. જેમાં એક માતા પાસેથી તેના બે બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. કારણ એવું આપવામાં આવ્યું હતું કે તે સારી માતા નથી... આ નિર્ણયની સામે એક માતાએ લડત શરૂ કરી હતી. 

Rani Mukherjiની આગામી ફિલ્મ કોલકત્તાના આ દંપતિના જીવન પર છે આધારિત, રુંવાડા ઊભા કરી દે તેવી છે real story

Mrs Chatterjee vs Norway: થોડા દિવસો પહેલા જ અભિનેત્રી રાની મુખર્જીની આગામી ફિલ્મ મિસિસ ચેટરજી વર્સિસ નોર્વે ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મી સ્ટોરી ખૂબ જ કરુણ છે. આ ફિલ્મ એક સત્ય કથા પર આધારિત છે. થોડા વર્ષો પહેલાં નોર્વેમાં હકીકતમાં આવી ઘટના બની હતી. જેમાં એક માતા પાસેથી તેના બે બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર દ્વારા લઈ લેવામાં આવ્યા હતા. કારણ એવું આપવામાં આવ્યું હતું કે દેશના નિયમ અનુસાર તે પોતાના બાળકોનું ધ્યાન રાખતી નથી. નોર્વેના આ નિર્ણયની સામે એક માતાએ લડત શરૂ કરી હતી. મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે ફિલ્મમાં રાની મુખર્જી આજ ઘટનાને દર્શાવી રહી છે. આ ફિલ્મની કહાની કલકત્તાના એક કપલના જીવન પર આધારિત છે જેમને નોર્વેમાં ભયંકર અનુભવ થયો હતો. 

આ પણ વાંચો:

અમિતાભ બચ્ચનથી લઈને દીપિકા પાદુકોણ ખરાબ સમયમાં કરી ચૂક્યા છે આવા કામ

કિયારા અડવાણીથી ઓછી સુંદર નથી કિયારાની માતા, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ

આ સાઉથ સ્ટાર્સના લગ્નમાં પણ થયો કરોડોનો ખર્ચ, કિંમતી કપડા અને ઘરેણા હતા ચર્ચામાં
 

અનુરૂપ સાગરીકા ભટ્ટાચાર્યના જીવન પર આધારિત છે રાની મુખર્જીની ફિલ્મ

મિસિસ ચેટરજી વર્સીસ નોર્વે ફિલ્મ કલકત્તાના એક કપલના જીવન પર આધારિત છે જેનું નામ અનુરૂપ સાગરિકા ભટ્ટાચાર્ય છે. સાગરિકા ના લગ્ન અનુરૂપ સાથે વર્ષ 2007માં થયા હતા. 2008માં તેમના ઘરે દીકરાનો જન્મ થયો જેનું નામ તેમણે અભિજ્ઞાન રાખ્યું. થોડા સમય પછી તેમને ખબર પડી કે તેમના દીકરાને ઓટિઝમ ની બીમારી છે. ત્યાર પછી 2010માં સાગરીકાની દીકરીનો જન્મ થયો. 

તેઓ પરિવાર સાથે નોર્વેમાં રહેતા હતા. નોર્વે દેશમાં બાળકોને લઈને કાયદા ખૂબ જ કડક છે. આ કાયદા અંતર્ગત નેગલેક્ટ અને ઈમોશનલ ડિસ્કનેક્ટના આધાર પર નોર્વેની ચાઈલ્ડ વેલફેર સર્વિસ દ્વારા અનુરૂપ અને સાગરિકાના બંને બાળકોની કસ્ટડી લઈ લેવામાં આવી હતી. અને તેઓ આદેશ કરી દેવામાં આવ્યો હતો કે બાળકો 18 વર્ષના થાશે પછી જ માતા પિતાને સોંપવામાં આવશે. આ નિર્ણય વિરુદ્ધ સાગરિકા ભટ્ટાચાર્યએ દેશની સિસ્ટમ સામે લડત લડી હતી. પોતાના ના જ બાળકોની કસ્ટડી માટે તેને ત્રણ વર્ષ દર્દનાક સમય પસાર કર્યો. 2013માં સાગરિકા ભટ્ટાચાર્યને તેના બાળકોની કસ્ટડી પરત મળી અને હવે તેઓ કલકત્તામાં રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More