Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહંમદ માંકડનું નિધન

Gujarat News : મોહમ્મદ માંકડે સાત દાયકા કરતાં વધુ સમયથી તેમના સાંસ્કૃતિક અને ચિંતન સાહિત્ય દ્વારા વિશ્વની ઉત્તમ સેવા કરી

ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર મોહંમદ માંકડનું નિધન

અમદાવાદ :ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે. શનિવારની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે માતબર પ્રદાન કરનાર લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર અને કોલમિસ્ટ મોહંમદભાઈ માંકડ લાંબા સમયથી બીમાર હતા. તેમની અંતિમયાત્રા ગાંધીનગર ખાતે એમના નિવાસસ્થાન બંગલો નંબર 153 થી રવિવારે સવારે 10.00 કલાકે નીકળશે.

મોહંમદ માંકડનો જન્મ 13, ફેબ્રુઆરી, 1928 ના રોજ સૌરાષ્ટ્રના પળિયાદમાં થયો હતો. જેના બાદ તેમણે સુરેન્દ્રનગરને કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ પણ હતો. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. 

તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં પ્રખ્યાત છે. પ્રેરણાત્મક નિબંધોમાં આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨) બહુ જ ફેમસ છે. તો તેમની બાળકથાઓ ચંપૂકથાઓ બાળકોમાં પ્રખ્યાત હતી. 

તેમને મળેલા પુરસ્કાર 
પ્રખ્યાત ગુજરાતી લેખક મોહમ્મદ માંકડને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2018 થી સન્માનિત કર્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દૂ અને કચ્છી ભાષાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર લેખકોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે. “મોહમ્મદ માંકડે સાત દાયકા કરતાં વધુ સમયથી તેમના સાંસ્કૃતિક અને ચિંતન સાહિત્ય દ્વારા વિશ્વની ઉત્તમ સેવા કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More