Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતી લોક ગાયિકા મીનાબેન પટેલનું ઓસ્ટ્રેલિયામાં નિધન

મીના બેન પટેલ 56 વર્ષનાં હતાં અને છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા હતા 

ગુજરાતી લોક ગાયિકા મીનાબેન પટેલનું ઓસ્ટ્રેલિયામાં નિધન

અમદાવાદઃ ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું શુક્રવારે ઓસ્ટ્રેલિયામાં નિધન થયું હતું. તેમની ઉંમર 56 વર્ષ હતી અને છેલ્લા ઘણા સમયથી તેઓ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરતા હતા. મીનાબેન પટેલ તેમનાં પ્રભાતિયા ગીતોને કારણે અત્યંત લોકપ્રિય થયા હતા. 

પ્રાપ્ત માહિતી મુજબ, મીનાબેન પટેલું અત્યંત ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. ગુજરાતી સંગીત ક્ષેત્રે તેમણે એક સન્માનની પાર્શ્વગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી. 

fallbacks

(ફોટો સાભાર યુટ્યુબ)

56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. રાજ્ય સરકાર દ્વારા તેમને 'ગૌરવ પુરસ્કાર' એનાયત કરાયો હતો. હાલ તેમની બિમારી અંગે કશું જાણવા મળ્યું નથી. મીનાબેને મોટાભાગે લોકગીતો, પ્રભાતિયા અને અર્વાચીન ગીતો વધુ ગાયા છે. 

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More