Home> Business
Advertisement
Prev
Next

આ અબજોપતિએ ખરીદી લીધું છે અમેરિકાનું સૌથી મોંઘું મકાન, કિંમત છે 1700 કરોડ રૂપિયા

દુનિયામાં અલગઅલગ લોકોના અલગઅલગ શોખ હોય છે

આ અબજોપતિએ ખરીદી લીધું છે અમેરિકાનું સૌથી મોંઘું મકાન, કિંમત છે 1700 કરોડ રૂપિયા

નવી દિલ્હી : દુનિયામાં અલગઅલગ લોકોના અલગઅલગ શોખ હોય છે. જોકે અમેરિકાના એક રોકાણકાર કેન ગ્રિફિનને દુનિયાની સૌથી મોંઘી પ્રોપર્ટી ખરીદવાનો શોખ છે. પોતાના આ શોખના ભાગરૂપે ગ્રિફિન અમેરિકાનું સૌથી મોંઘું ઘર ખરીદી લીધું છે. આ ઘરની કિંમત લગભગ 1700 કરોડ રૂપિયા છે. થોડા દિવસ પહેલાં ગ્રિફિને લંડનના બર્કિંઘમ પેલેસ પાસે 870 કરોડ રૂપિયાનું એક મકાન પણ ખરીદ્યું હતું. હાલમાં ગ્રિફિને જે પેન્ટહાઉસ ખરીદ્યું છે એ 1000 ફૂટ ઉંચું અને 24000 સ્કવેર ફૂટ પહોળું છે. 

અલીબાબાને પણ પછાડી શકે છે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ : રિપોર્ટ

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રિફિને અનેક મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટીમાં શિકાગોની વાલ્ડોફ્ર એસ્ટોરિયા હોટેલ ($ 30 મિલિયન), મિયામીમાં પેન્ટ હાઉસ ($ 60 મિલિયન)  અને ચાર માળનું પેન્ટહાઉસ ($ 58.75 મિલિયન) શામેલ છે. આ સિવાય ગ્રિફિને પામ બીચ ફલોરિડામાં લગભગ 230 મિલિયન ડોલરની સંપત્તિ ખરીદી છે. અહીં 2009માં ગ્રિફિને એક એપાર્ટમેન્ટ ખરીદવા 40 મિલિયન ડોલર ચુકવ્યા હતા. 

50 વર્ષના કેન ગ્રિફિને યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન જ કન્વર્ટિબલ બ્રાન્ડ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. ફ્લોરિડાના રહેવાસી કેને 1990માં સિટાડેલની સ્થાપના કરી જે બહુ લોકપ્રિય થઈ થઈ. બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ પ્રમાણે ગ્રિફિનનો સમાવેશ દુનિયાના સૌથી 500 પૈસાદાર લોકોમાં થાય છે. તેની પાસે કુલ મળીને 68 અબજ 30 કરોડ રૂપિયા છે. ગ્રિફિન મોટો દાનવીર પણ છે. તે બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા રોબિન હુડ ફાઉન્ડેશન , બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાન્ડેશન અને કેનિથ એન્ડ એની ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે અને અબજો રૂપિયાનું દાન કરે છે. 

બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More