Home> Gujarat
Advertisement
Prev
Next

મળતિયાંઓને બખ્ખાં! ગુજરાતમાં પ્રદેશ મહામંત્રીનો વિવાદ દિલ્હી સુધી પહોચ્યો : મામકાઓને પદોની લ્હાણી કરાઈ

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં હોદ્દા મુદ્દે આંતરિક વિખવાદ થયો... ગોધરાના ત્રણ નેતાઓને પ્રદેશ મહામંત્રીની સોંપાઈ જવાબદારી... AICC ની મંજૂરીની અપેક્ષાએ જગદીશ ઠાકોરે કરી નિમણૂક...જગદીશ ઠાકોરની સહીથી નિમણૂક પત્ર અપાતા ઉઠ્યા સવાલ...

મળતિયાંઓને બખ્ખાં! ગુજરાતમાં પ્રદેશ મહામંત્રીનો વિવાદ દિલ્હી સુધી પહોચ્યો : મામકાઓને પદોની લ્હાણી કરાઈ

Gujarat Congress ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયની હજુ કળ વળી નથી ત્યાં સંગઠનમાં મળતિયાઓને બારોબાર પ્રદેશ મહામંત્રી બનાવી દેવાયાનો મામલો બહાર આવતાં કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. કોંગ્રેસમાં મામકોઓને પદ લ્હાણી કરી દેવાની બાબત નવી નથી પણ ભૂડા પરાજય બાદ આ લ્હાણીએ વિવાદો પકડ્યા છે. આ સમગ્ર મામલો  છેક દિલ્હી સુધી પહોંચતાં હાઇકમાન્ડ પણ ચોંકી ઉઠ્યું છે.

ગુજરાત કોગ્રેસમાં હોદ્દાઓ મામલે આંતરિક વિખવાદ ઉઠ્યો છે. જોકે, આવો વિવાદ કોંગ્રેસ માટે નવો નથી. અગાઉ પણ હોદ્દાની નિમણૂંકને લઈને સવાલો ઉઠતા રહ્યાં છે. ગોધરાના ત્રણ નેતાઓને પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે. AICC ની મંજૂરીની અપેક્ષાએ જગદીશ ઠાકોરે નિમણૂંક કરી છે. ત્યારે આ ચૂંટણીમાં રાજકીય લાભ મેળવવા માટે આ નિમણૂંક કરાઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. એક શહેરમાં એક કરતા વધુ મહામંત્રીની નિમણૂંકથી વિવાદ થયો છે. પ્રદેશ કક્ષાના હોદ્દેદારોની વરણી કરવાની સત્તા AICC પાસે છે. ત્યારે જગદીશ ઠાકોરની સહીથી નિમણૂંક પત્ર અપાતા અનેક સવાલો ઉઠ્યા છે. 

આ પણ વાંચો : 

માનવતા મરી પરવારી, સગી માતાએ જ 2 માસની દીકરી ત્રીજા માળેથી નીચે ફેંકીને હત્યા કરી

પાટીલને મળી શકે છે ગુજરાતની જીતનું બોનસ, દિલ્હીમાં મોટું પદ સોંપવાની તૈયારી

કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી, પંચમહોત્સવમાં એવું તો શું થયું કે પોલીસ પહોંચી

વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ૧૫ ઉપપ્રમુખ ઉપરાંત ૪૨ પ્રદેશ મહામંત્રી, ૮ પ્રવક્તાઓની નિમણૂંક કરવામાં આવી હતી. સૂત્રોના મતે પ્રદેશના માળખાની રચના બાદ પણ બારોબાર પ્રદેશ બારોબાર પ્રદેશ મહામંત્રીની નિમણૂંકો કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સામાજીક, જ્ઞાતિ આધારે સંગઠનમાં ય સ્થાન આપવામાં આવતુ હોય છે ત્યારે મળતિયાઓને નિમણુંક પત્રો આપી દેવામાં આવી રહ્યા છે. જો એક શહેરમાંથી બે મહામંત્રી બનાવાતા ન હોય તો પછી એક જ શહેરમાંથી ત્રણ ત્રણ પ્રદેશ મહામંત્રી કયા આધારે બનાવી દેવાયા એ ચર્ચાનો વિષય બન્યો છે. 

ગોધરા શહેરમાં લઘુમતિ જાતિના 3 યુવકો જે એક જ ફળિયામાં રહે છે તેમને પ્રદેશ મહામંત્રી બનાવી દેવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ છે કે, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સહીથી નિમણુંકો અપાઈ છે. તો સૌથી મોટો સવાલ એ છે કે શું આમાં જગદીશ ઠાકોરની ભૂંડી ભૂમિકા છે કે તેમને અંધારામાં રાખીને કોઈ કોંગ્રેસીએ આ ખેલ પાડી દીધો છે. આ મામલે ક્યાક ગોટાળો થયો હોવાની ચર્ચા છે. આ આખીય વાત દિલ્હી સુધી પહોંચતાં આ પ્રકરણને કારણે સવાલો ઉઠ્યા છે કે કોના આદેશથી આટલા બધા પ્રદેશ મહામંત્રીઓની નિમણુંકો થઈ છે. બીજી તરફ પ્રદેશ પ્રમુથ જગદીશ ઠાકોર સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદના મકાનમાં આગ લાગતો આખો પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળક આગમાં ભડથું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More