Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC: 'તારક મહેતા..'ની બબીતાજી વિશે એવી વાત સામે આવી કે જેઠાલાલ તો ઠીક, ફેન્સને પણ લાગશે તગડો આઘાત

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર  ખુબ લોકપ્રિય છે. મુનમુનની ફેન ફોલોઈંગ પણ ઘણી વધુ છે અને આ વાત તેની પોસ્ટ પર આવેલી કમેન્ટ્સ અને લાઈક્સથી ખબર પણ પડે છે. મુનમુન દત્તાની અદાઓના દીવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ અન્ય અનેક લોકો પણ છે. 

અભિનેત્રી મુનમુન દત્તાએ એકવાર આ અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના અનેક પરણિત મિત્રોને તેના પર ક્રશ છે. મુનમુને કહ્યું હતું કે કઈ મહિલાને આટલું અટેન્શન નથી મળતું? બેશક મને પણ મારા મિત્રો તરફથી પ્રશંસા મળે છે અને તેમાંથી કેટલાક પરણિત પણ છે. 

આ યુવકો વચ્ચે આવા કપડા પહેરીને ઉર્ફી જાવેદે કરી નવા વર્ષની ઉજવણી, જુઓ તસવીરો

બોલીવુડમાં દુકાન ન ચાલી તો આ હસીનાએ બાજી બદલી, ધીરે રહીને ઘુસી ગઈ સલમાનના ઘરમાં!

સોફીને જોશો તો ઉર્ફીને ભૂલી જશો, માત્ર આટલું કામ કરવાના કલાકના લે છે 50 હજાર!

મુનમુને કહ્યું હતું કે પરંતુ તેઓ હાર્મલેસ અને સારા વખાણ કરે છે. તેઓ ખુલ્લેઆમ કહેશે કે મને તારા પર ક્રશ છે અને હું કહું છું, 'ઠીક છે ઠીક છે'. અત્રે જણાવવાનું કે અભિનેત્રી લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથે જોડાયેલી છે. મુનમુન હજુ સિંગલ છે. જો કે અભિનેત્રીનું નામ તેના કોસ્ટાર અને સિરીયલમાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા રાજ અનડકટ સાથે જોડાઈ ચૂક્યું છે. જેને લઈને અભિનેત્રીએ  કહ્યું હતું કે તેઓ બંને ફક્ત મિત્ર છે. રાજ શોમાં ટપુની ભૂમિકા ભજવતો હતો પરંતુ હવે તેણે સીરિયલને ટાટા બાયબાય કરી દીધુ છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મુનમુનની વાત કરીએ તો તે ફિટનેસ પ્રત્યે ખુબ સજાગ છે. આ સિવાય સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રી તેના રિલ્સ અને વીડિયોઝ પણ પોસ્ટ કરતી રહે છે. જેના પર યૂઝર્સ પ્રશંસા પણ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More